Windy Weather App | Windy Weather Gujarat Update

Windy Weather App | Windy Weather Gujarat Update

આગામી ચાર દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, પાણી ભરાઈ જવાથી 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 136 રસ્તા બંધ

➤છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં મેઘમહેર

➤રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 64.44 ટકા વરસાદ થયો

➤NDRF-SDRFની ટીમોને એલર્ટ રહેવા સૂચના

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે.

વરસાદને કારણે રાજ્યમાં 15 સ્ટેટ હાઈવે સહિત 136 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જામનગર, વલસાડ, રાજકોટ અને દ્વારકામાં થયો છે.

તે ઉપરાંત છેલ્લા બે કલાક એટલે કે આજે સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 71 તાલુકાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 180 મિમી અને રાજકોટના લોધિકામાં 136 મિમી વરસાદ ખાબક્યો છે.

રાજ્યમાં આટલા તાલુકાઓમાં રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા