પિયત ઘંઉની (Wheat) ખેતી

જમીન અને જમીનની તૈયારી

Wheat , ઘંઉ ની ખેતી

ઘંઉના (wheat) પાકને કાળીથી મધ્યમ કાળી, ગોરાડુ, કાંપાળ, રાતી, કાંકરીયાળી, સારા નિતારવાળી જમીન વધારે અનુકૂળ આવે છે. જમીનને દાંતી-રાપ કરીને વાવેતર માટે તૈયાર કરવી. ઘઉં માટે વધુ પડતી ઉંડી ખેડ કરવી નહીં, કારણ કે વધારે ઉંડી પાંહને કારણે ઘઉં પાછલી અવસ્થાએ ઢળી જવાની શકયતા રહે છે.

ચોમાસુ પાકની કાપણી પછી ટ્રેકટરની દાંતી બે વાર અને રાંપ એક વાર ચલાવી આગલા પાકના જડીયા તથા મૂળીયા દૂર કરી, સમાર મારી, જમીન વાવણી માટે તૈયાર કરવી. જમીન તૈયાર કરતી વખતે હેકટર દીઠ ૧૦-૧૨ ટન છાણીયું ખાતર નાંખવું.

બિયારણ, બીજદર અને બીજ માવજત

જનીનિક તેમજ ભૌતિક શુધ્ધતાવાળું, ઉત્તમ સુરણ કશકિત ધરાવતું, પૂર્ણ વિકસીત, ભરાવદાર, આખા તથા જીવાતના ડંખ વગરનું બીજ વધુ ઉત્પાદનની ચાવી છે. ઘઉંના બીજની દર ત્રણ વર્ષે ફેરબદલી કરવી જોઇએ.

પિયત વિસ્તાર માટે ભલામણ કરેલ સુધારેલ જાતો જોઇએ તો સમયસરની વાવણી (૧૫ નવેમ્બર) માટે લોક-૧, જી. ડબલ્યુ-૪૯૬, ૩રર, પ૦૩, ૩૬૬, ૧૯૦, ર૭૩ અને મોડી વાવણી (૫ થી ૧૫ ડીસેમ્બર) માટે જી. ડબલ્યુ-૧૭૩, ૧૨૦, ૪૦૫, લોક-૧ અને સોનાલીકા. બીજદરની વાત કરીએ તો મોટા દાણાની જાત માટે ૧રપ કિલોગ્રામ/હેકટર અને નાના દાણાની જાત ૧૦૦ કિગ્રા/હેકટર બીજદર રાખવો.

બીજ માવજતની વાત કરીએ તો ૧ કિગ્રા બિયારણ દીઠ ૩ થી ૪ ગ્રામ પારાયુકત દવા થાયરમ, કેપ્ટાન કે એમિસનનો પટ આપવો. અનાવૃત અંગારીયાના નિયંત્રણ માટે ૧ કિગ્રા બીજ દીઠ ર.૫ થી ૩ ગ્રામ વાયટાવેલ અથવા કાર્બેન્ડીઝમ દવાનો પટ આપવો અથવા બીજને વાવતા પહેલા ઠંડા પાણીમાં ૪ કલાક પલાળવા, ત્યારબાદ ગેલ્વેનાઇઝ પતરા પર સૂર્યના તાપમાં બપોરના ૩ કલાક તપાવવા, આવી રીતે બે વાર કરીને બિયારણ ઉપયોગમાં લઇ શકાય.

વાવેતર સમય, અંતર અને પધ્ધતિ

ઘંઉને (wheat) ઠંડુ અને સુકુ હવામાન અનુકૂળ છે. ૧૫ નવેમ્બર આસપાસ વાવેતર કરવું, જેથી વધુ ઠંડીનો સમયગાળો મળી રહે. સમયસર વાવણી કરવાથી ઘઉંના ઉત્પાદનમાં ૨૦ ટકા જેટલો વધારો જોવા મળે છે. સમયસરની વાવણી માટે બે ચાસ વચ્ચે રર.૫ સે.મી. અને મોડી વાવણી માટે બે ચાસ વચ્ચે ૧૮ સે.મી. અંતર રાખીને વાવણી કરવી.

સ્વયંસંચાલિત સીડ કમ ફર્ટીલાઇઝર્સ ડ્રીલથી વાવણી કરવાથી બીજનો બચાવ થાય છે. તેમજ ખાતર ચાસૂમાં બીજની નીચે પડતું હોવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે અને ત્યારબાદ પાણી આપવાથી એકમ વિસ્તારમાં સમાન ઉગાવો મળે છે અને હેકટર દીઠ પર્યાપ્ત માત્રામાં છોડની સંખ્યા મળવાથી ઉત્પાદનમાં વધારો થાય છે.

ખાતર

આશરે એક વિઘે ૧.૫ થી ર ટન (છ ગાડા) સારૂ કોહવાયેલ ગળતીયું ખાતર જમીન પર પાથરીને જમીનમાં બરાબર ભેળવી દેવું. ઘઉંના પાકને સામાન્ય રીતે ૧૨૦:૬૦:૫૦ કિગ્રા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વ/હેકટર જરૂરિયાત રહે છે. જેથી ડી.એ.પી. ર૧ કિગ્રા, પોટાશ ૧૦ કિગ્રા અને યુરિયા ૧૩ કિગ્રા/વિઘા પાયામાં વાવણી સમયે આપવું અને યુરિયા ૨૧ કિગ્રા/વિઘા વાવણી પછી ૨૦-૨૫ દિવસે પૂર્તિ ખાતર તરીકે આપવું.

જો ઝીંકની ઉણપ હોય તો ( ૪ કિગ્રા/વિઘે ઝીંક સલ્ફટ ત્રણ વર્ષે એકવાર આપવું. ઘઉંના બીજને એઝોટોબેકટર અને કોસ્ફરસ સોલ્યુબીલાઇઝીંગ બેકટેરીયાનો ૩૦ ગ્રામ/૧ કિગ્રા. બીજ મુજબ પટ આપવાથી રાસાયણિક ખાતરની બચત કરી શકાય છે અને પાક ઉત્પાદન વધારી શકાય છે.

પિયત

પાક ઉત્પાદનમાં મુખ્ય ઘટકો પૈકી ખાતર પછી પિયત બીજા ક્રમે આવે છે. જેનો ફાળો પાક ઉત્પાદનમાં ર૭ ટકા જેટલો રહેલો છે. ઘઉંના પાકને પાણીની જરૂરિયાત જમીનના પ્રકાર, હવામાન અને જાત ઉપર આધાર રાખે છે.

સામાન્ય રીતે ઘઉંને ૧૦-૧૨ પિયતની જરૂરિયાત રહે છે. ઘઉંની મુકુટ મૂળ, કુટ, ગાભ અવસ્થા, ડુંડી, દુધિયા દાણા અને પોંક અવસ્થાએ પાણીની ખેંચ પડવી જોઇએ નહીં. તેમજ છેલ્લા બે પિયત આપવાના સમયે પવનની ઝડપ ઓછી હોય તે ખાસ ધ્યાન રાખવું. જેથી ઘઉં ઢળતા અટકાવી શકાય.

નિંદામણ

નિંદામણ હંમેશા પાક સાથે જગ્યા, હવા, પ્રકાશ અને પોષક તત્વો માટે હરિફાઇ કરે છે અને ઉત્પાદનમાં ર૭ ટકા જેટલો ઘટાડો કરે છે. પુરતા મજૂર મળતા હોય ત્યાં ર૦ અને ૪૦ દિવસે હાથથી નિંદામણ કરવું. મજૂરો ન મળતા હોય ત્યાં પ્રિઇમરજન્સ તરીકે પેન્ડીમીથીલીન નિંદામણનાશક દવા પ૫ મીલી ૧૦ લી. પાણીમાં વાવણી કર્યા બાદ, ૨૪ કલાકમાં, જમીનની સપાટી ઉપર પુરતો ભેજ હોય ત્યારે ફલેટફેન નોઝલથી છંટકાવ કરવો. ઉભા પાકમાં પહોળા પાનવાળા નિંદામણના નિયંત્રણ માટે વાવણી બાદ ૩૦ થી ૩પ દિવસે ર-૪ ડી (સોડીયમ સોલ્ટ) નિંદામણનાશક દવા ૧૦ લીટર પાણીમાં ૧ર ગ્રામ, પાક રપ-૩૦ દિવસનો થાય ત્યારે છંટકાવછ. કરવો.

ઉભા પાકમાં કુતરા નિંદણ (ફેલારીસા માયનોર)ના નિયંત્રણ માટે ચોપર (કલોડીનાફોપ પ્રોપરગાઇલ ૧૫ ટકા વેટેબલ પાવડર) નામની નિંદામણનાશક દવાનું એક પાઉચ ૧૫ લીટર પાણીના એક પંપમાં નાંખીને છંટકાવ કરવો.

પાક સંરક્ષણ

ઉધઇ: કલોરપાયરીફોસ (૨૦ ટકા) દવા ૪૫૦ મીલી અથવા હેપ્ટાફલોર (ર૦ ટકા) દવા ૪૦૦ મીલી પ્રમાણે ૫ લીટર પાણીમાં મેળવીને તે દ્રાવણથી ૧રપ કિગ્રા બીજને મોણ (માવજત) આપી એક રાત રહેવા દઇને બીજા દિવસે વાવવું.

ઉભા પાકમાં કલોરપાયરીફોસ (૨૦ ટકા) દવા ૨.૪ લીટરને ૫ લીટર પાણીમાં ઓગળીને ૧૦૦ કિગ્રા રેતીમાં ભેળવીને પાકમાં પુંકીને હળવું પિયત આપવું. ઘંઉના સિંઘલ અવસ્થાએ કલોરપાયરીફોસ ૨૦ ટકા દવા ૧.રપ૦ લીટર/હેકટર પ્રમાણે ૪૦-૫૦ દિવસે પિયતના પાણીમાં ટીપા પધ્ધતિથી આપવી.

ગાભમારાની ઇચળ ઃ ફેનીટ્રોથીયાન (૫૦ ઇ.સી.) ૨૦. મી.લી. પાણીમાં મિશ્રણ કરી દવાના બે છંટકાવ વાવણી પછી ૪પ થી પપ દિવસે કરવા.

લીલી ઇયળ: લીંબોળીનું તેલ ૩૦ મીલી ૧૦ લી. પાણીમાં મિશ્રણ કરી ઘઉં ઉગી નીકળ્યા બાદ ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા

ખપેડી: પાક ઉગે ત્યારે અથવા કુટ અવસ્થાએ મીથાઇલ પેરાથીયોન ૨ ટકા ભુકી હેકટરે રપ કિગ્રા પ્રમાણે છાંટવી.

ગેરૂ: મેન્કોઝેબ અથવા ઝાયરેબ દવા ર૭ ગ્રામ / ૧૦ લી. પાણી મુજબ છંટકાવ કરવો. જરૂર જણાયે વિધારાના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

પાનનો સુકારો: મેન્કોઝેબ દવા ર૭ ગ્રામ / ૧૦ લી પાણી મુજબ છંટકાવ કરવો. જરૂર જણાયે વધારાના બે છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવા.

કાળી ટપકી: મેન્કોઝેબ (૩૦ ગ્રામ) અથવા કલોરોથીલોનીલ (૨પ ગ્રામ) ૧૦ લી. પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

Land and soil preparation
Wheat crop is best suited to black to medium black, loamy, loamy, loamy, gravelly, well drained soils. Prepare the soil for planting by raking. Do not plow too deep for wheat, as deeper leaves may cause the wheat to fall backwards. After harvesting the monsoon crop, drive the rake of the tractor twice and the ramp once, remove the weeds and roots of the next crop, repair and prepare the land for sowing. Apply 10-12 tons of manure per hectare while preparing the soil.

Seed, seed rate and seed grooming
Seeds with genetic as well as physical purity, excellent sunscreen, fully developed, plump, whole and without insect bites are the key to more production. Wheat seeds should be replaced every three years.

If the improved varieties recommended for irrigated area are required, then for timely sowing (November 15) Lok-1, G. G for W-4, 4R, 506, 4, 160, 28 and late sowing (4th to 16th December). W-15, 120, 206, Lok-1 and Sonalika. As far as seed rate is concerned, for large seed variety, keep the seed rate at 150 kg / ha and for small seed variety at 100 kg / ha. Speaking of seed treatment, apply 2 to 3 grams of parasitic drug Thyrum, Captan or Emissions per 1 kg of seed. For control of uncovered charcoal, apply 2 to 3 gm of Vitavel or Carbendism per 1 kg of seed or soak the seeds in cold water for 2 hours before sowing, then heat the galvanized leaves in the sun for 3 hours in the afternoon. .

Planting time, distance and method
Wheat is adapted to cold and dry weather. Planting should be done around 15th November so that more cool period is available. With timely sowing, wheat production can be increased by 30%. For timely sowing, 2 cm between two furrows. And 15 cm between two furrows for late sowing. Sowing at a distance. Sowing with automatic seed cum fertilizer drill saves seeds. Also, since the manure falls under the seed in the chaso, efficient application of manure can be made and then watering gives uniform growth in the unit area and adequate number of plants per hectare increases the yield.

Compost
Apply 1.5 to 2 tons (six carts) of well-drained compost on the soil and mix it well in the soil. Wheat crop generally needs 150:20:50 kg nitrogen, phosphorus and potash element / hectare. So that D.A.P. 21 kg, potash 10 kg and urea 18 kg / vidha should be given at the time of sowing and urea 31 kg / vidha should be given 30-3 days after sowing as supplementary fertilizer. In case of zinc deficiency (Apply zinc sulphate at the rate of 2 kg / vig once in three years. Apply 50 gm / 1 kg of Azotobacter and Cosphorus solubilizing bacteria to the wheat seeds.

Irrigation
Irrigation is the second major component of crop production after fertilizer. The contribution of which is about 23% in crop production. The water requirement of wheat crop depends on the type of soil, weather and quality. Wheat usually needs 10-12 irrigations. Wheat crown root, kut, ghabha stage, dundi, dudhia grains and ponk stage should not be waterlogged. Also pay special attention to low wind speed during last two irrigations. So as to prevent the wheat from tilting.

Weeding
Weeds always compete with crops for space, air, light and nutrients and reduce production by as much as 24%. Weed by hand on 20th and 30th day where sufficient labor is available. Pendimethylene herbicide as a pre-emergency where labor is not available. After sowing in water, in 4 hours, when there is sufficient moisture on the soil surface, spray with flat fan nozzle. For control of broadleaf weeds in standing crop, spray 2-3 d (sodium salt) herbicide in 10 liters of water at 20 to 35 days after sowing, 12 gm, when the crop is 30 days old. To do. To control dog weeds (Felarisa minor) in standing crops, spray a pouch of herbicide called Chopper (Claudinafop Propergill 15% Vetable Powder) in a 15 liter water pump.

Crop protection
Locust: Take Chlorpyrifos (60%) drug in 40 ml or Heptaflor (20%) drug in 400 ml in 3 liters of water and give 1 kg seed to the solution and leave it overnight and sow the next day. In standing crop, dilute 2.5 liters of Chlorpyrifos (20%) in 5 liters of water and mix it with 100 kg of sand and give light irrigation to the crop. In the single stage of wheat, give Chlorpyrifos 40% at the rate of 1.20 liters / hectare in 30-40 days by drip irrigation system.

Gabhamarani Ichal ઃ Phenitrothian (60 AD) 20. Ml Mix in water and do two sprays of the drug after sowing on 25th to 5th day.

Green caterpillar: Lemon oil 20 ml 10 l. After mixing in water and sprouting wheat, spray twice at an interval of 15 days

Khapedi: Apply Methyl Parathion at the rate of Rs.

Ocher: Mancozeb or Zyreb drug 24 gm / 10 l. Sprinkle with water. If necessary, do two sprays of Vidhara at intervals of 15 days.

Leaf dryness: Spray Mancozeb drug at the rate of 24 gm / 10th of water. If necessary, do two additional sprays at intervals of 15 days.

Black spot: Mancozeb (20 gm) or chlorothylonil (25 gm) 10 l. Dissolve in water and sprinkle.