આવતીકાલથી આવશે વાતાવરણમાં પલટો
રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. કારણ કે, આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. પશ્ચિમી પવન ફૂંકાતા ગરમીથી થોડી રાહત મળશે. વાતાવરણમાં આવનાર પલટાને પગલે આગામી 3 દિવસ સુધી ગરમી ઘટવાની આગાહી છે.
3 દિવસ બાદ કાળઝાળ ગરમી સાથે ઉનાળો આકરો બની રહેશે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, ‘આવતીકાલથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે.
આ સમાચાર પણ વાંચો: પીએમ કિસાન યોજના 2000 રૂપિયાનો 13 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં જોવો અહીં ક્લિક કરી |
22 ફેબ્રુઆરીથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 22 થી 26 ફેબ્રુઆરી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો 28 ફેબ્રુઆરીથી બીજો પશ્ચિમી વિક્ષોભ આવતા વાતાવરણમાં મોટું પરિવર્તન આવશે.’
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.