ખેડૂતો માટે ખાસ સૂચના આગામી પાંચ દિવસ આ જિલ્લાઓમાં પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગની વધુ એક આગાહી

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક વખત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

 રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટુ છવાયું માવઠું ત્રાટકી શકે છે.

બીજી બાજુ તાપમાનમાં આગામી બે, ત્રણ દિવસમાં કોઈ ફેરફાર ન થાય તેવુ જણાવાયું છે.

વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની વકી જોવા મળી રહી છે.