પરેશ ગોસ્વામીએ હવે આવનારા સમયમાં હવામાનમાં થનારા ફેરફારને લઈ કરી મોટી આગાહી

Weather Radar Live :રાજ્યમાં ઉત્તરાયણનું પર્વ ધામધૂમથી ઊજવાઈ ગયું છે અને લોકોએ રવિવાર તેમજ સોમવારે વાસી ઉત્તરાયણ એમ બે દિવસ પતંગ ઉડાડવાની મોજ માણી હતી. ઉત્તરાયણ પૂર્ણ થતાની સાથે જ ઠંડીનું મોજું પણ ફરી વળ્યું છે અને હવે લોકોને અસલી શિયાળાનો અહેસાસ થઈ રહ્યો છે.

જાન્યુઆરી મહિનાના હવે પછીના બાકી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેણે લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, હવે ઠંડી તેનો અસલી મિજાજ બતાવશે અને લોકોને હજુ પણ કાતિલ ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.

ખેતીવાડીની  માહિતી Whatsapp (મોબાઈલ) માં મેળવવા માટે અહીં ક્લિક કરો

પરેશ ગોસ્વામીએ કહ્યું કે રાજ્યમાં હાલ અને આવનારા સમયમાં કોઈ મોટા ફેરફારના સંકેત નથી. ૧૭મી થી ૧૯મી જાન્યુઆરી સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે પણ માવઠાની કોઈ શક્યતા નથી પણ આ સમય દરમિયાન ભારે ઝાકળ વર્ષા થઈ શકે છે. ૧૯મી સુધી ભારે ઝાકળ વર્ષા થશે અને જેના કારણે ધૂમ્મસ પણ જાેવા મળશે. ઝાકળના કારણે રવી પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. 

પાકમાં આવતા તમામ રોગોનું ઓછા ખર્ચમાં સમાધાન માટે   અહીં ક્લિક કરો

ત્રણ દિવસ ભારે ઝાકળ વર્ષા થઈ શકે છે અને ધૂમ્મસ છવાઈ જતાં રસ્તાઓ, હાઈવે ઉપર વિઝિબિલિટી ઘટી શકે છે અને જેના કારણે વાહન ચાલકોને પરેશાની વેઠવી પડશે. તેમણે કહ્યું કે, આ સિવાય જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં કોઈ મોટા ફેરફારને અવકાશ નથી. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી ૨૪થી ૨૬ જાન્યુઆરી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.