Voter Card Download Online : મિનિટોમાં હવેથી ચૂંટણીકાર્ડ પણ જાતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકશો, જાણો કેવી રીતે ?

હેલ્લો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા આર્ટિકલ માં જેમાં તમને જોવા મળશે કે તમે કેવી રીતે તમારું (Voter ID Card Download In Gujarati)ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો તમારા મોબાઈલ માં કે પછી તમારા કોમ્પ્યુટરમાં, જેમાં અમે તમને બધાને વિગતવાર Voter Card Download Online કરવા વિશે જણાવીશું.

મતાધિકારનો ઉપયોગ કરવા માટે જરૂરી છે કે તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલુ હોય. જો તમારું નામ મતદાર યાદીમાં નોંધાયેલુ છે, પરંતુ કાર્ડ નથી તો ચિંતા ના કરશો. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ચૂંટણી પંચ મતદાર કાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. તમે મતદાર કાર્ડના પીડીએફ વર્ઝન e-EPICને ડાઉનલોડ કરી શકો છો. જેને ડાઉનલોડ કરવાની સમગ્ર પ્રક્રિયા અમે આગળ જણાવી રહ્યાં છે. 

ચૂંટણી પંચ તમને e-EPIC ડાઉનલોડ કરવાની સુવિધા આપે છે. e-EPIC તમારા મતદાર કાર્ડનુ પીડીએફ વર્ઝન હોય છે. મતદાતા તેને પોતાના ફોનમાં સ્ટોર કરી શકે છે. આ ઉપરાંત તમે ઈચ્છો તો DigiLocker પર પણ ઈ-એપિક કાર્ડને અપલોડ કરી શકો છો. તમે તેને પ્રિન્ટ કરાવ્યાં સિવાય લેમિનેટ પણ કરાવી શકો છો. મતદાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમે અહીં જણાવવામાં આવેલા સ્ટેપ્સને ફૉલો કરો. 

e-Epic Card ડાઉનલોડ કોણ કરી શકે?

  • ચૂંટણી કાર્ડ માં મોબાઈલ નંબર રજીસ્ટર હોઈ તેવા લોકો જ ઓનલાઇન ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.




ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?

Step 1:  સૌથી પહેલા ભારતીય ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. https://voterportal.eci.gov.in या https://nvsp.in/

Step 2: આ સુવિધાનો ઉપયોગ કરવા માટે NVSP પોર્ટલ પર એકાઉન્ટ હોવુ જરૂરી છે.

Step 3: જો તમારું એકાઉન્ટ નથી તો પહેલા એકાઉન્ટ બનાવો અને પછી લૉગઈન કરો.

Step 4: તમે થોડી જાણકારી આપીને પોતાનુ એકાઉન્ટ રજીસ્ટર્ડ કરાવી શકો છો. 




Step 5: રજીસ્ટ્રેશન બાદ NVSP પોર્ટલ પર લૉગઈન કરો. તો પહેલાથી રજીસ્ટર્ડ યુઝર્સ સીધા લૉગઈન કરો.

Step 6: હવે તમારો ઈલેક્શન ફોટો આઈડેન્ટી કાર્ડનો નંબર નાખો પછી ફોર્મ રિફ્રેશ નંબર નાખીને રાજ્ય સિલેક્ટ કરો. 

Step 7: તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે.

Step 8: હવે Download e-EPIC પર ક્લિક કરો.

Step 9: આમ કરતા તમારા મતદાર કાર્ડની PDF ફાઈલ (e-EPIC) ડાઉલોડ થઇ જશે.

Step 10:  તમે e-EPIC એટલેકે મતદાર કાર્ડને સેવ કરી શકો છો અથવા તેની પ્રિન્ટ કાઢી શકો છો.




ચુંટણીકાર્ડ ડાઉનલોડ કરવા માટે  અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. અમે આવી ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર આવી માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close