શ્રી વાજપાઇ બેંકેબલ યોજના 2022 । Shri Vajpayee Bankable Yojana Gujarat | Loan Yojana 

વાજપાઇ બેન્‍કેબલ યોજના ફોર્મ | Vajpayee Bankable Yojana in Gujarati | Vajpayee Bankable Yojana Loan Form | જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર યોજના | Vajpayee bankable yojana pdf | Subsidy Yojana Gujarat
Government of Gujarat દ્વારા ઘણા બધા વિભાગોમાં અલગ- અલગ યોજનાઓ ચાલે છે. જેમાં આ આર્ટિકલ દ્વારા કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં જ્‍યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, માનવ કલ્‍યાણ યોજના, ઔદ્યોગિક સહકારી મંડળીની પેકેજ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્‍દ્ર તથા Shri Vajpayee Bankable Yojana ચલાવવામાં આવે છે.
રાજ્યમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે પણ વિશેષ યોજના ચાલે છે. જેનું નામ છે શ્રી વાજપાઈ બેંકેબલ યોજના.

Shri Vajpayee Bankable Yojana Loan ની પાત્રતા

ગુજરાત સરકારની આ લોન યોજના શ્રી વાજપાઇ બેંકેબલનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. નીચે મુજબની આપેલી છે.
આ યોજનાનો લાભ લેવા માટે મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.

આ યોજના માટે લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.

લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.

આ લોન યોજના મેળવવા માટે વ્યવસાય, ધંધાને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.

સરકાર માન્ય સંસ્થામાંથી 1 માસની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજના માટે લાભાર્થી લાયક ગણાશે.
લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજના માટે સક્ષમ ગણાશે.

શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.

આ યોજના હેઠળ લાભાર્થીઓને Vajpayee Bankable Yojana Bank List જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક મારફતે ધિરાણ મળવાપાત્ર થશે.

Shri Vajpayee Bankable Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે અથવા

આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ લીધેલો હશે તો તેવા લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
vajpayee bankable yojana નો એક વ્યક્તિને માત્ર એક જ વખત લાભ મળશે.

સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને આ Gujarat Sarkar Loan Yojana 2022 નો લાભ મળવાપાત્ર થશે.

Shri Vajpayee Bankable Yojana Loan Documents Required

Shree Vahpayee Bankable Yojana નો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. જે નીચે મુજબ આપેલા છે.

ચૂંટણીકાર્ડ

આધારકાર્ડની નકલ

શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC) / જન્મ નોંધણીનું પ્રમાણપત્ર

પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ
જાતિનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)

શૈક્ષણિક લાયકાતનું પ્રમાણપત્ર (છેલ્લી પરીક્ષા પાસ કરેલ હોય તેની માર્કશીટ)

40% કે તેથી વધુ અપંગ / અંધ લાભાર્થીઓના કિસ્સામાં અપંગતા/અંધત્વની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર

લાભાર્થીએ લીધેલ તાલીમ/અનુભવનું પ્રમાણપત્ર.

જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો વેટ / ટીન નંબરવાળા ભાવપત્રક અસલ આપવા.

નક્કી કરેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. (ભાડાચિઠ્ઠી / ભાડાકરાર / મકાન વેરાની પહોંચ અસલ રજૂ કરવું.
વીજળી વપરાશ કરવાની હોય તો મકાન માલિકનું સંમતિપત્ર / ઇલેક્ટ્રિક બિલ.

    ક્ષેત્ર લોનની મર્યાદા
ઉદ્યોગ ક્ષેત્ર માટે(Industries) 8 લાખની મહત્તમ મર્યાદા
સેવા ક્ષેત્ર માટે(Service) 8 લાખની મહત્તમ મર્યાદા
વેપાર ક્ષેત્ર માટે(Business) 8 લાખની મહત્તમ મર્યાદા

Shri Vajpayee Bankable Yojana Loan અરજી ક્યાં કરવી
Vajpayee Bankable Yojana 2021 અંતગર્ત આ લોન યોજનાનો લાભ લેવા માટે આપના સંબંધિત જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્ર’ પરથી વિનામૂલ્યે અરજીપત્રક મેળવવાનું રહેશે. Application Form સાથે જરૂરી દસ્તાવેજો જોડાણ કરીને Jila Udyog Kendra ખાતે ફોર્મ જમા કરાવવાનું રહેશે.

Shri Vajpayee Bankable Yojana Loan PDF
મિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકાર દ્વારા વાજપાઇ બેંકબલ યોજના ફોર્મ નો નિયત નમૂનો તૈયાર કરેલ છે. લાભાર્થીઓ આ યોજનાનો લાભ લેવા માટે નીચે આપેલ અરજી ફોર્મમાં અરજી કરવાની રહેશે.

Download Vajpayee Bankable Yojana form

વાજપાઇ બેંકબલ યોજના સબસીડી ફોર્મ
લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે નક્કી કરેલા Vajpayee bankable yojana subsidy form ભરીને Jilla Udyog Kendra ખાતે જમા કરવાનું રહેશે.