Tractor Sahay Yojana Gujarat 2023 | ટ્રેક્ટરની ખરીદી પર રૂ.60,000 સુધી સબસીડી યોજના । । Khedut Subsidy Yojana રાજ્યના નાગરિકો ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે
Tractor Sahay Yojana 2023 : ગુજરાત રાજ્ય ખેતીક્ષેત્રે અવનવી પદ્ધતિઓ , રીતો અપનાવી દેશ અને દુનિયાને નવી દિશા આપી છે. સરકાર પણ ખેડૂત લક્ષી નીતિઓ બનાવી રહી છે અને આપનાવી પણ છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
યોજનાનું નામ | ટ્રેક્ટર સહાય યોજના 2023 |
ઉદ્દેશ | ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની ખરીદી પર સબસીડી |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોને |
સહાયની રકમ-1 | નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે |
સહાયની રકમ-2 | જનરલ અને અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 40 % અથવા 45,000/- બે માંથી જે ઓછું હોય તે |
ઓનલાઈન અરજી કયારે ચાલુ થઈ? | 22/04/2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ટ્રેકટર સહાય યોજના માટેનું મુખ્ય હેતુ એ છે કે ગુજરાતમાં રહેતો ગુજરાતનો ખેડૂતે તેમને ખેતી માટે ટ્રેક્ટર ખરીદવા પર તેમને આર્થિક રીતે સહાય મળે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂત લક્ષી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે.
i-khedut Portal પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું?
Step 1 સૌ પ્રથમ, અરજદારે i-khedut પોર્ટલ પર જવાનું રહેશે. પોર્ટલની મુલાકાત લીધા પછી, તમારી સામે હોમ પેજ ખુલશે. ત્યાર પછી તમારે “યોજનાઓ” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Step 2 ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પેજ પર, વિવિધ પ્રકારની યોજનાઓ જોવા મળશે. અને તમારે જે યોજના નો લાભ લેવો છે કે માહિતી મેળવવી છે તો તે યોજના પર ક્લિક કરવાનું રહેશે
Step 3 તમે યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે અને જે યોજના માટે તમારે અરજી કરવી છે તો તે યોજના પર ક્લિક કરી અરજી કરવાની રહેશે.
Step 4 ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે અગાઉ થી રજિસ્ટ્રેશન કરાવેલ છે કે નહિ.
Step 5 જો તમે રજિસ્ટ્રેશન કરાવેલ નથી, તો તમારે હા કે ના પર ક્લિક કરવાનું રહેશે અને પછી આગળ વધો બટન પર ક્લિક કરો. પછી તમારે આગલા પેજ પર નવા નોંધણીના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
Step 6 વિકલ્પ પર ક્લિક કર્યા પછી, યોજના માટે અરજી નું ફોર્મ તમારી સામે ખુલશે અને તેના માટે તમને વ્યક્તિગત વિગતો જેવી કે નામ, સરનામું, બેંક ની વિગતો, જમીન ની વિગતો, રેશન કાર્ડની વિગતો ભરવાની રહેશે અને પછી કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
Step 7 બધી માહિતી ભર્યા પછી તમારે અરજી સેવ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.આ રીતે તમારી i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી સબમિટ કરવાની રહેશે.
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી