હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના મોટાભાગના શહેરોના વાતાવરણમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને વધુ એક વખત સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની વધુ એક આગાહી
જેના ભાગરૂપે રાજ્યમાં આગામી પાંચ દિવસ છૂટુ છવાયું માવઠું ત્રાટકી શકે છે. બીજી બાજુ તાપમાનમાં આગામી બે, ત્રણ દિવસમાં કોઈ ફેરફાર ન થાય તેવુ જણાવાયું છે.
વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની વકી જોવા મળી રહી છે.
જેમાં સોરાષ્ટ્ર અને કચ્છમા માવઠું ત્રાટકી શકે છે. તો સોરાષ્ટ્રના અમુક વિસ્તારો ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે. વધુમાં બનાસકાંઠા,પાટણ,રાજકોટ અને અમરેલી વિસ્તારમાં કરા સાથે વરસાદ પડે તેવું જાણવા મળી રહ્યું છે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. અમે આવી ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર