સૂર્યશક્તિ કિસાન યોજના 2024 | Suryashakti Kisan Yojana 2024 : જાણો સંપુર્ણ માહીતી કેટલો મળશે લાભ ?

કિસાનો માટે ભારતમાં અને ગુજરાતમાં ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. હાલમાં કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત છે.

ગુજરાતમાં પણ યોજનાઓનો લાભ લેવા માટે Ikhedut Portal બનાવેલ છે. આ પોર્ટલ પર તમામ ખેડૂતલક્ષી યોજનાઓની ઓનલાઈન અરજી કરી શકાશે. 

કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને ખેતી કરવામાં સરળતા રહે, ખેતીમાં ખર્ચ ઓછો આવે અને વધુમાં વધુ ઉત્પાદન મેળવી શકે તે ખૂબ જ જરૂરી છે.

ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. હમણાં બહાર પાડેલી યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના. આ યોજના હેઠળ ખેડૂતો પોતાના ખેતરમાં વીજળી ઉત્પન્ન કરી શકશે. જે તેમણે સિંચાઈમાં મદદ કરશે અને વધારાની વીજળીને તેઓ સરકારને વેચીને સારો એવી વધારાની કમાણી કરી શકે છે.

ખેડૂતો માટે રાજ્ય સરકારની યોજનાનો ઘણા ઉદેશ્યો છે. જેમાં ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે વીજળી આપી શકાશે. ખેડૂતોના ખેતરમાં સોલાર પેનલ લગાવવામાં આવશે,જેથી ખેડૂતોને સિંચાઈમાં સરળતા રહે અને જરુરી બધી સુવિધા પ્રાપ્ત થાય.

ખેડૂતો દ્વારા પોતાની સોનલ પેનલ દ્વારા વધારાની વીજળીને ખેડૂતો સરકારને વેચીને એક સારી આવક પ્રાપ્ત કરી શકે છે. આ યોજનાથી ખેડૂતોને એક દિવસમાં 12 કલાક વીજળી પણ આપવામાં આવશે. આ યોજના દ્વારા રાજ્યના 33 જિલ્લાના 12,400 ખેડૂતો ને ખેતીમાં ફાયદો થશે.

યોજનાનું નામ સૂર્યશક્તિ કિસાન યોજના
યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોની વીજળી આપવા માટે તથા આર્થિક સહાય આપવા માટે
ક્યાં લાભાર્થીઓને લાભ મળશે? ગુજરાત રાજ્યના તમામ પાત્રતા ધરાવતા ખેડૂતો
અરજી કરવાની પ્રક્રિયા ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ https://gprd.in/

આ યોજના હેઠળ સોલાર પેનલ માટે સહાય આપવામાં આવશે. રાજ્યના ખેડૂતોને સરકાર દ્વારા સોલર પેનલના પ્રોજેક્ટમાં કુલ કિંમતની 60% સબસીડી આપવામાં આવશે. બાકીનો ખર્ચ 30% ખેડૂતોને લોન દ્વારા પહોંચાડવામાં આવશે. આ યોજનાનો વ્યાજ દર 4.5% થી 6% અને બાકીનો બીજો અન્ય 5% જેટલો પ્રોજેક્ટમાં થતો ખર્ચ ખેડૂતને ચૂકવવો પડશે.

સૂર્યશક્તિ કિસાન યોજનાની વધુ માહિતી માટે  અહીં ક્લિક કરો