સનાતન ધર્મમાં હોળીના તહેવારનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. હોળી પ્રગટાવી તેની જ્વાળાની દિશાના આધારે વડવાઓ આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરતાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળીની જ્વાળાની દિશા જોઈએ આગાહી કરાઈ છે કે આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે.
હિન્દુ ધર્મમાં હોળી-ધૂળેટીના તહેવારનું અનેરૂ મહત્વ છે. હોળી પ્રગટાવીને હોળીની જ્વાળા પરથી વર્ષ કેવું રહેશે તેનો અંદાજ લગાવવામાં આવે છે. રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જો કે વાતાવરણમાં આવેલા પલટાનાં કારણે ભારે પવન સાથે કમોસમી માવઠું ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
દર વર્ષે હોલિકા દહનનો અગ્નિ શુભ અને અશુભ સંકેત આપે છે. હોલિકા દહનના અગ્નિથી ચોમાસું કેવું રહેશે સહિતની ભવિષ્યવાણી કરવામાં આવતી હોય છે. જો હોળીની જ્વાળા પૂર્વ દિશા તરફ વધે તો સુખ અને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. પૂર્વ દિશામાં જ્યોતનો ઉદય ધર્મ અને સંસ્કારોનો ઉદય સૂચવે છે. ત્યારે હોળીની જ્વાળા જોઈને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું સારૂ રહેશે.
આ સમાચાર વાંચો : 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન જાણો સંપૂર્ણ માહિતી |
આ વર્ષે વાવાઝોડા સાથે ચોમાસાની શરૂઆત થશે. વધુમાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કહ્યું છે કે, આ વર્ષે ચોમાસા દરમિયાન અનેક વખત વાવાઝોડા આવી શકે છે. ભારે પવન સાથે વાવાઝોડું આવશે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા જોવા મળશે.
આ વર્ષે હોળીનો પવન વાયવ્ય તરફનો હોવાથી વરસાદ સાથે વાવાઝોડું આવી શકે છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ચોમાસા દરમિયાન વાવાઝોડાનું પ્રમાણ વધશે. બંગાળની ખાડી, અરબ સાગરમાં ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે.એકંદરે વર્ષ સારૂ રહેશે. હોળીના દિવસે વાયવ્ય તરફનો પવન હોવાને કારણે મુહૂર્તની દ્રષ્ટિએ આ નિશાની સારી નથી.
આ સમાચાર વાંચો : હવે તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે તો પણ સરકાર આપશે 50 હજાર રૂપિયા, આ યોજનામાં અરજી કરો |
વાવાઝોડા સાથે ચોમાસામાં વરસાદ આવવાને કારણે વરસાદની વચ્ચે બ્રેક લાગશે. આ વર્ષે અરબ સાગરમાં પણ વાવાઝોડા અને ચક્રાવાતનું પ્રમાણ વધવાનું છે. અંબાલાલ પટેલે કહ્યું છે કે ભારે પવન અને વાવાઝોડાને કારણે ચોમાસામાં ખેડૂતો પર અસર પડી શકે છે. જો વાવાઝોડાનું પ્રમામ વધે તો ખેડૂતોના પાકને નુકસાન થાય છે. જેની અસર અન્ય લોકો પર પણ થાય છે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.