એરંડામાં સતત મંદીથી ભાવમાં રૂ.1130ની સપાટી : તમામ બજારોના ભાવ જોવો અહીંથી

છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી એરંડામાં સતત મંદી સાથે વેપાર થઇ રહ્યો છે. એક મહિનામાં જ એરંડાના ભાવમાં મણે રૂ.125 આસપાસનો ઘટાડો નોંધાયો છે.

હાલ રાજ્યના યાર્ડોમાં સરેરાશ રૂ.1130ની સપાટીની આસપાસ એરંડાના ભાવ આવી ગયા છે. છેલ્લા લગભગ બે સપ્તાહથી એરંડાની આવકો પણ સારા એવા પ્રમાણમાં નોંધાઇ રહી છે. આથી વધતી આવકોના કારણે એરંડાની મંદીને વેગ મળ્યો છે.




SEA એટલે કે સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિયેશન દ્વારા આ વર્ષે દેશમાં એરંડાનું ઉત્પાદન 15 ટકા વધીને 19 લાખ ટન થશે એવુ અનુમાન રજુ થયુ છે. ગત ફેબ્રુઆરી મહિનામા આ અનુમાન રજુ થયા બાદ એરંડાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

જ્યારે બીજી તરફ વાયદા બજારમાં ધીમી ગતિએ એકધારી મંદી થઇ રહી છે. આ સ્થિતિમાં સિઝન પીકમાં હોવાથી એરંડાની આવકો પણ ધારણા કરતા વધારે થઇ રહી છે. આથી એરંડામાં મંદીનો માહોલ વધુ વિકરાળ બન્યો છે. હવે આગામી દિવસોમાં આવકો કેવી રહે છે એ પરિબળ બજારની દશા અને દિશા નક્કી કરશે.




ભાવ જોવા નીચે તમારા માર્કેટયાર્ડ પર ક્લિક કરો 
ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close