પાન-આધાર કાર્ડ લિંક નહીં હોય તો આ બધી સરકારી સેવા નહીં મળે, જાણી લો નિયમ

સરકારે PAN ને આધાર સાથે લિંક કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ માટે 31 માર્ચ 2023ની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. કુલ 61 કરોડ PANમાંથી, લગભગ 48 કરોડ અત્યાર સુધીમાં આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે અને જેમણે 31 માર્ચ સુધીમાં આવું કર્યું નથી તેઓ બિઝનેસ અને ટેક્સ સંબંધિત પ્રવૃત્તિઓમાં લાભ મેળવી શકશે નહીં.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)ના અધ્યક્ષ નીતિન ગુપ્તાએ રવિવારે જણાવ્યું હતું કે કેટલાંક કરોડ PAN હજુ સુધી આધાર સાથે જોડાયેલા નથી, પરંતુ આ કામ 31 માર્ચના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.

જો વ્યક્તિગત PAN લિંક નહીં થાય તો નિષ્ક્રિય થઈ જશે

31 માર્ચ, 2023 સુધીમાં આધાર સાથે લિંક ન હોય તેવા વ્યક્તિગત PAN આ તારીખ પછી નિષ્ક્રિય જાહેર કરવામાં આવશે.  આ સાથે, સરકારે કહ્યું છે કે વર્તમાન સમયથી 31 માર્ચની વચ્ચે PAN ને આધાર સાથે લિંક કરવા માટે 1,000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

PAN ને આધાર સાથે લિંક કરવા અંગે અનેક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.સીબીડીટીના વડાએ કહ્યું, “પાનને આધાર સાથે લિંક કરવા અંગે અનેક જાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને અમે આ સમયમર્યાદા ઘણી વખત લંબાવી છે. જો આધારને નિર્ધારિત સમય સુધીમાં PAN સાથે લિંક કરવામાં નહીં આવે, તો તે ધારક કર લાભો મેળવી શકશે નહીં કારણ કે તેનું PAN માર્ચ પછી માન્ય રહેશે નહીં.

સીબીડીટીએ ગયા વર્ષે જારી કરેલા પરિપત્રમાં સ્પષ્ટ કર્યું છે કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય, તો સંબંધિત વ્યક્તિએ આવકવેરા કાયદા હેઠળ નિર્ધારિત તમામ પરિણામોનો સામનો કરવો પડશે. આમાં આવકવેરા રિટર્ન ફાઇલ ન કરવા અને બાકી રિટર્નની પ્રક્રિયા ન કરવા જેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે.




PAN ને સામાન્ય ઓળખકર્તા બનાવવાની જાહેરાત

આ સાથે, તેમણે કહ્યું કે PAN ને એક સામાન્ય ઓળખકર્તા બનાવવા માટે બજેટની જાહેરાત બિઝનેસ જગત માટે ફાયદાકારક રહેશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં જાહેરાત કરી છે કે વ્યાપારી સંસ્થાઓ હવે સરકારી એજન્સીઓની ડિજિટલ સિસ્ટમમાં સામાન્ય ઓળખકર્તા તરીકે PAN નો ઉપયોગ કરી શકશે.

જો આધાર-પાન કાર્ડ લિન્ક નહીં હોય તો…

– ટેક્સદાતાઓ ITR ફાઇલ કરી શકશે નહીં અને આઈટીઆર ક્લેમ કરી શકશે નહીં.

– બાકીનું રિટર્ન ભરી શકાશે નહીં અને રદ્દ થયેલા પાન કાર્ડને બાકીનું રિફંડ આપવામાં આવશે નહીં.

– TCS/TDS મોટા પ્રમાણમાં લાગુ થશે




– TCS/TDS ક્રેડિટ ફોર્મ 26ASમાં દેખાશે નહીં અને TCS/TDS પ્રમાણપત્ર મળી શકશે નહીં.

– કરદાતાઓ શૂન્ય TDS માટે 15G/15H સબમિટ કરી શકશે નહીં.

– બેન્ક ખાતું ખોલાવી શકશે નહીં

– ક્રેડિટ કે ડેબિટ કાર્ડ મળી શકશે નહીં

– 50 હજારથી વધુ મ્યુચ્યુલ ફંડના યુનિટ ખરીદી શકશે નહીં.

– 50 હજારથી વધુની રકમ એક દિવસમાં બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં રોકડ સ્વરૂપે જમા કરી શકાશે નહીં.

– એક દિવસમાં 50 હજારથી વધુની રોકડ બેન્ક ડ્રાફ્ટ અથવા પે ઓર્ડરની ખરીદી કરી શકાશે નહીં.

– રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા વ્યાખ્યાયિત થયેલા એક અથવા વધુ પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ માટે બેન્ક ડ્રાફ્ટ, પે ઓર્ડર અથવા બેન્કર ચેક દ્વારા એક નાણાંકીય વર્ષમાં 50 હજારથી વધુ રકમની ચૂકવણી કરી શકાશે નહીં.




– કોઈપણ વ્યક્તિ 2 લાખ રૂપિયા પ્રતિ ટાન્ઝેક્શન કરતાં વધુ માલ કે સેવાઓનું વેચાણ અથવા ખરીદી કરી શકશે નહીં.

લિંક છે કે નહિ ચેક કરવા માટે  અહીં ક્લિક કરો
આધાર સાથે લિંક કરવા માટે  અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. અમે આવી ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર આવી માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી 

ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close