રાજ્યમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે આ તારીખ આવી ગઈ છે… ત્યારે જાણી લો ઓનલાઈન રજિસ્ટ્રેશનની બધી માહિતી
તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા રાજ્યભરમાં ઓનલાઇન નોંધણી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગુજરાતના તમામ જિલ્લાઓમાં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.01 થી 28 ફેબ્રુઆરી 2023 સુધી ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી થશે.
આ બાદ આગામી તા.10 માર્ચથી આ ત્રણેય કૃષિ પેદાસોની ખરીદીની કામગીરી શરૂ થશે. જે હેઠળ 90 દિવસ સુધી વેચાણ માટે ખેડૂતોને બોલાવવામાં આવશે.
આ સિઝનમાં તુવેર પાકનો ટેકાનો ભાવ પ્રતિ મણ રૂ.1320, ચણાના પાકનો ટેકાના ભાવ પ્રતિ મણ રૂ.1067 તેમજ રાયડાના પાકનો ટેકાના ભાવ પ્રતિ મણ રૂ.1090 નક્કી જાહેર કરાયો છે.
વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે: ખેડૂતો પાસેથી ટેકાના ભાવથી ખરીદી માટે સમગ્ર રાજ્યમાં ગ્રામ્યકક્ષાએ વિનામૂલ્યે નોંધણી તેના ઇ-ગ્રામ કેન્દ્રો પર વી.સી.ઇ. દ્વારા તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નાફેડના ઇ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે. ખેડૂતો આ નોંધણી વિનામૂલ્યે કરાવી શકશે જે માટે વી.સી.ઇ.ના મહેનતાણાનો ખર્ચ રાજય સરકાર ભોગવશે.
જરૂરી દસ્તાવેજો
૧) આધાર કાર્ડ ની નકલ.
૨) બેંક પાસબુક ની નકલ (કેન્સલ ચેક).
૩) ૭/૧૨ અને ૮- અ નો નમુનો.
૪) તલાટી નો વાવેતર નો દાખલો.
અરજી ક્યાં કરવાની રહેશે
ખેડૂતોએ તા.28 ફેબ્રુઆરી- 2023 સુધી નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE(વીસી ઓપરેટર) મારફતે કરવામાં આવશે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર
આ માહિતી જરૂરિયાતમંદ ખેડૂત મિત્રો સુધી શેર કરવા વિનંતી અને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા દરેક ખેડૂત મિત્રોને વિનંતી.