Minimum Support Price (MSP)

Minimum Support Price (MSP)

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોના વિકાસ માટે અને ખેડૂતોના ખેત પેદાશોનું ઉત્પાદન વધારવા માટે કાયમ પ્રયત્નશીલ રહેતી હોય છે.રાજ્યમાં ખેડૂતોને વિવિધ સરકારી યોજનાનો લાભ આપવા માટે ikhedut Portal બનાવેલ છે.

મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન

ચોમાસુ સિઝનના મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની કામગીરી તા.11 ઓક્ટોબરથી શરૂ થશે. આગામી તા.31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહે છે. ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર અને સ્થાનિક એપીએમસી ખાતે રજીસ્ટ્રેશન કરાવી શકાશે.

રજીસ્ટ્રેશન કરાવતી વખતે ખેડૂતોએ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને કોઇ જાતનો ચાર્જ ચુકવવાનો નથી એવી જાહેરાત પણ સરકાર દ્વારા થઇ છે.

આ સિઝન માટે સરકાર દ્વારા મગનો ટેકાનો ભાવ રૂ.1455, અડદના રૂ.1260 અને સોયાબીનના 790 પ્રતિ મણ જાહેર કરાયા છે. હાલ રાજ્યભરમાં મગફળી, મકાઇ, ડાંગર અને બાજરીને ટેકાના ભાવે વેચવા માટે પણ રજીસ્ટ્રેશનની કામગીરી થઇ રહી છે.

મગ રૂ.1455[પ્રતિ મણ]
અડદ રૂ.1260[પ્રતિ મણ]
સોયાબીન રૂ.790[પ્રતિ મણ]

મગફળી માટે તા.31 ઓક્ટોબર સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે. જ્યારે મકાઇ, ડાંગર અને બાજરી માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ 16 ઓકટોબર જાહેર કરાઇ છે.

નોંધણી કરાવવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ 
  • બેન્ક પાસબુક અથવા કેન્સલ ચેક
  • જમીનના 7/12 અને 8-અ ના દાખલા
  • તલાટીનો પાણી પત્રકનો દાખલો અથવા 7/12 માં નોંધણી કરાવવી જરૂરી

ઉલ્લેખનીય છે કે નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો પૂરવઠા નિગમના હેલ્પલાઇન નંબર 851171718 અથવા 8511171719 ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડના મેનેજરની યાદીમાં જણાવ્યુ છે.

નોંધ: ઉપર આપેલ પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે

નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો