ગુજરાતમાં આ તારીખે પડશે ફરી માવઠું, અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી, ખેડૂતો ચિંતાતુર

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 22 અને 23 ફેબ્રુઆરીએ કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37 થી 38 સુધી પહોંચશે.

રાજ્યના હવામાનને લઈને હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે તેમણે આગાહી કરતા કહ્યું છે કે, ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધશે  અને સવારે ઠંડી તેમજ બપોરે ગરમી રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતવરણ પણ રહેશે.

22 અને 23 ફેબ્રુઆરીએ કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થશે: અંબાલાલ પટેલ

રાજ્યમાં હવામાનને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12 અને 13 ફેબ્રુઆરીએ વાદળછાયું વાતવરણ રહેશે. 19 અને 20 તારીખે વાતાવારણમાં પલટો સર્જાશે. અંબાલાલ પટેલે રાજ્યના કેટલાક વિસ્તારમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. 22 અને 23 ફેબ્રુઆરીએ કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 37 થી 38 સુધી પહોંચશે. આ વર્ષે ઉનાળામાં ગરમી વધુ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

હવામાન વિભાગની આગાહી કરી

ઠંડીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગરમીમાં વધારો થયો છે. આ બધાની વચ્ચે ફેબ્રુઆરીના મધ્યમાં સિઝનની ઠંડીનો વધુ એક રાઉન્ડ પણ આવશે. 

બેવડી ઋતુ અનુભવાશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વર્તાશે. રાત્રે ઠંડી અને દિવસે ગરમી અનુભવાશે. રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીમાં સાધારણ વૃદ્ધિ થવાની શક્યતા છે. નિષ્ણાતો અનુસાર, તાપમાનમાં થઇ રહેલા ફેરફારને લીધે રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળશે, જ્યારે દિવસે ગરમીને લીધે બેવડી ઋતુ અનુભવાશે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.