જગતના તાતને ફરી સહન કરવો પડશે કુદરતનો માર! ફરી એક વાર માવઠાની આગાહી કરી હવામાન વિભાગે ગુજરાતમાં

ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત માવઠું વરસવાની આગાહી કરી છે. કમોસમી વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ગરમીને લઈને પણ આગાહી કરી છે.

જે મુજબ આવનાર બે-ત્રણ દિવસ તાપમાનનો પારો ઊંચો જશે. અને 13 માર્ચની આસપાસ ફરી એક વખત કમોસમી વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે

13 માર્ચ બાદ ફરી કરવામાં આવી છે માવઠાની આગાહી 

થોડા દિવસોથી રાજ્યના હવામાનમાં એકાએક ફેરફાર જોવા મળી રહ્યો છે. આ વખતે કડકડતી ઠંડીનો અનુભવ થયો હતો તો કાળઝાળ ગરમી પડવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. પડયા પર પાટું પડવાની જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

આ પણ  વાંચો = 1 લાખની FD પર એક વર્ષમાં કેટલું મળશે વ્યાજ અહીંથી ચેક કરો 

સોમવારે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદ વરસ્યો હતો. મંગળવારે તેમજ બુધવારે પણ માવઠું યથાવત જોવા મળ્યું હતુ. ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે 13 માર્ચથી ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ વરસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.




કચ્છ માટે હિટવેવની કરવામાં આવી છે આગાહી 

કમોસમી વરસાદની આગાહી તો કરવામાં આવી છે પરંતુ તેની સાથે સાથે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે. આગામી બે ત્રણ દિવસ તાપમાનનો પારો ઉંચો રહેશે. મહત્તમ તાપમાનમાં નોધપાત્ર વધારો જોવા મળશે.

આ પણ  વાંચો = હવે તમારા ખાતામાં ઝીરો બેલેન્સ હશે સરકાર આપશે 50 હજાર રૂપિયા, આ યોજનામાં અરજી કરો

હિટવેવની આગાહી કરવામાં આવી છે. તાપમાને ફેબ્રુઆરીમાં જ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા હતા. અનેક વર્ષો બાદ ફેબ્રુઆરીમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ત્યારે આવનાર એક બે દિવસમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે.




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.