માવઠાંથી થયેલ નુકસાન અંગે સહાય મળવાની સંભાવના ઓછી જોવો સંપૂર્ણ માહિતી

જાન્યુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદથી કૃષિ પાકોને નુકસાન પહોંચ્યુ હતુ. આ બાબતે કૃષિ વિભાગે સરવેની કામગીરી પૂર્ણ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે કૃષિ વિભાગના સરવેમાં રાજ્યના 50 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો હોવાની માહિતી બહાર આવી છે. જોકે, આ કારણે કૃષિ પાકોને થયેલ નુકસાન 33 ટકાથી ઓછું હોવાનું તારણ સરવેમાં સામે આવ્યુ છે.

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણો પ્રમાણે 33 ટકાથી વધુ નુકસાન થાય તો પાક નુકસાન સહાય મળવાપાત્ર છે.

રાજ્ય સરકારના સરવેમાં પાક નુકસાનનું પ્રમાણ 33 ટકાથી ઓછુ નોંધાયુ છે. આથી હાલમાં થયેલ માવઠાથી થયેલ નુકસાન અંગે સરકારી સહાય જાહેર થવાની સંભાવના હવે ઓછી છે.

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.