ઘઉંના ભાવમાં વધારો – ઘઉંના ભાવ વધીને રૂ.600ની સપાટીએ પહોંચ્યા જાણો આજના ઘઉંના ભાવ

સરકારના અહેવાલ અનુસાર ગત સિઝનમાં ઘઉંનું ઓછુ ઉત્પાદન થયુ હોવાની શક્યતા છે. આથી ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડમાં ઘઉંની આવક પ્રમાણમા ઓછી નોધાયી રહી છે. આથી ઘઉંના ભાવમાં ક્રમશ વધારો જોવા મળ્યો છે.

ઘઉંના ભાવની વાત કરીએ તો હાલ ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડોમાં સરેરાશ ભાવ 500 થી 600 ની સપાટીની વચ્ચે બોલાઈ રહ્યો છે. બીજી બાજુ ટેકાના ભાવની વાત કરીએ તો નવી સિઝન માટે સરકારે ઘઉંનો ટેકાનો ભાવ 455 રૂપિયા પ્રતિ મણ જાહેર કરેલ છે.

નવી સીઝનમાં ઘઉંનો વાવેતર કેટલું થાય છે અને ઘઉંનો ઉત્પાદન કેવું આવે છે આ બને કારણો ઘઉંના બજાર પર અસર કરશે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘઉંના ભાવમાં મોટો વધારો ન થાય એ માટે સરકાર પાસે જે સ્ટોક છે એનું ઓપન માર્કેટમાં વેચાણ થઈ રહ્યું છે.

તાજેતરમાં જ સરકાર દ્વારા ભારત આટા નામ સાથે ઘઉંનો લોટ બહાર પાડવામાં આવ્યો છે. આ ઘઉંના લોટનો ભાવ 27.50 પ્રતિ કિલોના ભાવે વેચાણ કરવામાં આવશે.