ચાફટ કટર ખરીદવા પર ખેડૂતોને 28,000 રૂપિયાની સબસિડી મળશે

ગુજરાતમાં આ સાધનની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ આપવા માટે ikhedut Portal બનાવવામાં આવેલું છે. આ આર્ટિકલ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી ચાફટ કટર સહાય યોજના 2023 વિશે માહિતી મેળવીશું.
Ikhedut પર ખેતીવાડી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ ચાલે છે. જેમાં અલગ-અલગ પ્રકારની સ્કીમ આધારિત અરજદારોને જુદા-જુદા પ્રકારે લાભ આપવામાં છે. આ આર્ટિકલમાં ચાફ કટર સાધન સહાય જુદી-જુદી સ્કીમ હેઠળ આપવામાં આવે છે. જેની વધુ ખરાઈ માટે ikhedut Portal વેબસાઈટની મુલાકાત લેવી.

1. ચાફટ કટર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

ગુજરાતના સામાન્ય જ્ઞાતિના ખેડૂતો, અનામત જ્ઞાતિના ખેડૂતો, મહિલાઓ, નાના, સીમાંત અને મોટા ખેડૂતોને સહાય આપવામાં આવશે.

ખેડૂતોને 3 થી 5 H.P વાળી મોટરના ચાફ કટરની ખરીદી ઉપર સબસીડી મળશે. જેમાં અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ, નાના, સીમાંત અને મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા રૂ.28000/- બે માંથી જે ઓછું હોય તે લાભ આપવામાં આવશે.

ખેડૂતોને ચાફટ કટર યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.

ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.

5. ચાફટ કટર સહાયની કેવી રીતે અરજી કરવી

ચાફટ કટરની ખરીદી પર સબસિડી મેળવવા માટે અહીં ક્લિક કરો  આ ઉપરાંત ખેડૂતો તેમના નજીકના કિસાન વિજ્ઞાન કેન્દ્ર અને જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

Leave a Comment

close