પાન કાર્ડ સાથે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જે પણ કોઈ નું પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિન્ક નથી કારવેલું તો 31મી માર્ચ 2023 સુધી માં કરાવવાનું રહેશે અને 1000 રૂપિયા દંડ પણ ભરવો પઢશે. જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં.
દરેક વ્યક્તિ કે જેને 1લી જુલાઈ 2017ના રોજ પાન કાર્ડ બનાવેલું છે અને તેને આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. તે લોકો માટે આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે. જો કે, તમારે હવે તમારા આધારને PAN કાર્ડ સાથે લિંક કરવા માટે ફી ચૂકવવી પડશે.
જો લિંકિંગ 31મી માર્ચ 2023 સુધીમાં કરવામાં આવે તો રૂ. 1000 દંડ ભરવો પડશે. આ તારીખ પછી, જે આવું નહી કરવામાં આવે તો પાન કાર્ડ બંધ થઈ જશે. અને કોઈ જગ્યા તેનો ઉપયોગ કરી શકશો નહીં. નીચે આપેલા આ લેખમાં પાન કાર્ડ સાથે આધાર લિંક કેવી રીતે કરવું તે વિશે જાણો અને તમારા દસ્તાવેજોને વહેલામાં વહેલી તકે લિંક કરાવો.
- SMS દ્વારા પાનકાર્ડ આધારકાર્ડ લિંક
- ઓનલાઇન પાનકાર્ડ આધારકાર્ડ લિંક
પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવું?
આ બે રીત છે જેના દ્વારા તમે PAN અને આધારને લિંક કરી શકો છો.
- Income Tax e-filing વેબસાઈટ દ્વારા
- 567678 અથવા 56161 પર SMS મોકલીને
1) Income Tax e-filing વેબસાઈટ દ્વારા પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવાની પ્રોસેસ
STEP 1: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવા માટે સૌપ્રથમ તમારે વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal પર જવાનું રહેશે.
STEP 2: ત્યારબાદ તે પેજ માં Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે.
STEP 3: પછી એક નવું પેજ ખુલશે તેમાં તમારા આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી ને Validate પર ક્લિક કરવાનું રહેશે.
STEP 4: ત્યાર બાદ જો તમારે ફી ભરવાની જરૂર હશે તો તમને ફી ભરવા માટે કહેવામાં આવશે નહિતર તમે પાન આધાર લીંક નહીં કરી શકશો.
STEP 5: ત્યાર બાદ તમારે પાન કાર્ડ નંબર, આધાર કાર્ડ નંબર ,આધાર માં જે નામ હોય તે નામ અને મોબાઈલ નંબર લખવાના રહેશે. અને Link Aadhar પર ક્લિક કરવાનું રહેશે. (pan card link with aadhar card)
STEP 6: ત્યાર બાદ આધાર કાર્ડ પર જે મોબાઈલ નંબર લીંક છે તેના પર OTP આવશે.
STEP 7: OTP દાખલ કર્યા બાદ તમને એક મેસેજ જોવા મળશે જેમાં લખેલું હશે કે તમારું આધાર પાન લીંક ની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે તમે પાન આધાર લિંક સ્ટેટસ ચેક કરી શકો છો.
2) SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવું
SMS મોકલીને PAN ને આધાર સાથે લિંક કરવા. તમારે નીચે જણાવેલ પગલાંને અનુસરવાની જરૂર છે:
STEP 1: તમારા મોબાઇલ પર UIDPAN 12-અંકનો આધાર 10-અંકનો PAN લખો
STEP 2: તેને 567678 અથવા 56161 પર મોકલો
લિંક છે કે નહિ ચેક કરવા માટે | અહીં ક્લિક કરો |
આધાર સાથે લિંક કરવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. અમે આવી ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર આવી માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી