રાજ્યમાં ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડુતોની ચિંતામાં વધારો

આમ તો અત્યારે દેશમાં ઉનાળાની ગરમીની શરુઆત થઈ ગઈ હોય પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમા કારણે હાલમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી 15 માર્ચ સુધી ફરી કમોસમી વરસાદની શક્યતા કરવામાં આવી છે. 

કમોસમી માવઠાની આગાહીથી ખેડુતોમાં ચિંતા

હમણાં થોડા દિવસ પહેલા જ રાજ્યમા ઠેર ઠેર કમોસમી વરસાદથી પાકને નુકસાન થયુ હતુ. તો આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી માવઠાની આગાહીથી ખેડુતોમાં ચિંતાનો વધારો થયો છે. 

તા. 13 થી 15 માર્ચ દરમ્યાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા

આ પણ વાંચો = એરંડાના ભાવમાં ઘટાડો યથાવત્ : ખેડુતોની ચિંતામાં વધારો જાણો આજના બજાર ભાવ અહીં ક્લિક કરીને

રાજ્યમાં ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં આજથી 15 માર્ચ સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તા. 13 થી 15 માર્ચ દરમ્યાન રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે. 




આ જીલ્લામાં કમોસમી વરસાદ થવાની શક્યતા

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમા ભાવનગર, અમરેલી તેમજ કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે. 

અન્ય સમાચાર વાંચવા માટે  અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. અમે આવી ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર




આવી માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી