Gujarat Weather Update : અંબાલાલ પટેલની નવી આગાહી : નવા વર્ષે ફરી આવશે વાવાઝોડું

હાલ ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ તમામ સીઝનનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે સતર્ક થઈ જવુ પડશે. કારણ કે 2024 નું પહેલુ વાવાઝોડું આવી રહ્યુ છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વર્ષના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે. જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે.

જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે.

17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.

માત્ર એક જ દવા જે ખેડૂતોને કરશે માલામાલ….ગ્રુપમાં જોડાવા માટે
અહીં ક્લિક કરો