ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યમાં હાલ હવામાન બધાની સાથે મજાક કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. રોજેરોજ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે અને વાતાવરણ ડ્રાય રહેશે.
જે બાદ ત્રણ દિવસ 14,15,16 તારીખે ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં બે દિવસ બાદ ફરી માવઠું આવી રહ્યું છે. આગામી 14, 15, 16મી માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. ઉત્તર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. ત્રણ દિવસ સુધી રાજ્યભરમાં તેજ પવન ફુંકાઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં કચ્છ, અમરેલી, ભાવનગરમાં તો દક્ષિણ ગુજરાતમાં દાહોદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં માવઠાની આગાહી છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠાના મોટાભાગના વિસ્તારમાં માવઠું થઇ શકે છે.
ગુજરાતમાં બે દિવસ ગરમીનો પ્રકોપ રહેશે તે પછીના 3 દિવસ અનેક વિસ્તારોમાં માવઠું થશે. આગાહી પ્રમાણે, 48 કલાક હિટવેવની શક્યતા છે. જે બાદ વાવાઝોડા સાથે માવઠું થઈ શકે છે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.