હવામાન અપડેટ : આજે ભયાનક રુપ ધારણ કરશે મોચા ચક્રવાત, ભારે વરસાદની આગાહી

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાન મોચા ધીમે ધીમે ખતરનાક થઈ રહ્યું છે. ચક્રવાત મોચા ભવિષ્યવાણીઓ અનુસાર 12 મેના રોજ એક ભયંકર તોફાન અને 14મેના રોજ એક ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. આઈએમડીની ચેતવણીને ધ્યાનમાં રાખતા પશ્ચિમ બંગાળમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

એનડીઆરએફના કમાંડેંટ ગુરમિંદર સિંહે જણાવ્યું કે, અમે 8 ટીમો તૈનાત કરી દીધી છે. એનડીઆરએફના 200 બચાવકર્તા જમીન પર તૈનાત છે અને 100 બચાવકર્મી સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે.IMDએ આજે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, મોચા સ્થાનિક સમયાનુસાર અડધી રાતે પોર્ટ બ્લેયરથી લગભગ 520 કિમી પશ્ચિમ ઉત્તર-પશ્ચિમમાં બંગાળની મધ્ય ખાડીથી અડીને આવેલા દક્ષિણ-પૂર્વમાં હતો.
મૌસમ કાર્યાલયે ગુરુવારે રાતે કહ્યું કે, ચક્રવાત મોચા બળુકુ થઈ રહ્યું છે અને શુક્રવાર સવાર સુધી તે એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે, 135 કિમી પ્રતિ કલાકની સ્પિડથી હવા ચાલી રહી છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમાર તટ તરફ આગળ વધવાની સંભાવના છે.
ભારત મૌસમ વિજ્ઞાન વિભાગે કહ્યું કે, આજે સવારે 5.30 કલાકે, ચક્રવાતી તોફાન મોચા બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વમાં, પોર્ટ બ્લેયરથી લગભગ 520 કિમી પશ્ચિમમાં અને બાંગ્લાદેશના પોર્ટ કોક્સ બજારથી 1100 કિમી દક્ષિણી-દક્ષિણ પશ્ચિમમાં આવેલ છે.

મ્યાનમાર અને બાંગ્લાદેશે મોચાના ખતરાને ધ્યાનમાં રાખતા હજારો સ્વયંસેવકોને તૈનાત કરી દીધા છે અને ગુરુવારે નિચલા વિસ્તારથી લોકોને હટાવવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 14 મે 2023ની બપોરની આસપાસ વિસ્તાર એક અત્યંત પ્રચંડ ચક્રવાતી તોફાન તરીકે મોચા સિતવે એટલે કે મ્યાનમારની નજીક કોક્સ બજાર અને ક્યોકપ્યૂ (મ્યાનમાર)ની વચ્ચે દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશ અને તેની મ્યાનમારના તટને 150-160 કિમી પ્રતિ કલાકની અધિકતમ નિરંતર પવન ગતિ અને 175 કિમી પ્રતિ કલાકે વાયુ ઝોકા સાથે પાર કરશે.
ખેતીવાડી ગ્રુપમાં જોડાવા 👉
close