ભારતીય હવામાન વિભાગે બંગાળની ખાડી માં વર્ષના પ્રથમ વાવાઝોડા ને લઈને એલર્ટ જાહેર કર્યું છે. IMDએ કહ્યું કે 6 મેની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે.
જેના કારણે લો પ્રેશર સક્રિય થશે. જેની અસર આગામી 48 કલાક સુધી રહેશે. ચક્રવાતી તોફાનની સંભાવના વચ્ચે ઓડિશા સરકાર પણ એલર્ટ મોડમાં છે.
ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે મંગળવારે રાજ્યની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવ્યું છે.
જો વાત કરવામાં આવે તો પૂર્વ ભારતથી લઈને બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી અસર થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય હવામાનશાસ્ત્રીઓએ મેના બીજા સપ્તાહમાં ચક્રવાતી તોફાનની આગાહી કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રીઓએ જણાવતા કહ્યું છે કે, આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ બંગાળની ખાડી પર લો પ્રેશર સક્રિય થઇ શકે છે.
વૈજ્ઞાનિકોએ જણાવતા કહ્યું છે કે, લો પ્રેશર ચક્રવાતી તોફાનનું રૂપ ધારણ કરે તેવી પ્રબળ શક્યતાઓ છે. આ ચક્રવાતની અસર પૂર્વ ભારતથી બાંગ્લાદેશ અને મ્યાનમાર સુધી લંબાય તેવી સંભાવનાઓ છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વ હવામાન સંસ્થા અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા અપનાવવામાં આવેલી નામકરણ પદ્ધતિ મુજબ સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવે તો વાવાઝોડાનું નામ “મોચા’ હશે. યમને આ ચક્રવાતનું નામ લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પરથી સૂચવવામાં આવ્યું હતું.
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે મંગળવારના રોજ ચક્રવાતનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી અને અધિકારીઓને ચક્રવાત અંગે IMDની આગાહીને પગલે કોઈપણ ઘટના માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું હતું.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર. અન્ય માહિતી વોટ્સએપમાં જોવા માટે અમારા ગ્રુપ માં જોડાવા વિનંતી