Chickpea cultivation

ચણા ની ખેતી કરતા ખેડૂતો માટે

Chickpea Farming (Bengal Gram/Chana) Guide | Agri Farming

ચણાના ભાવ રૂ.900થી નીચે

એક મહિનામાં 15 ટકાનો ઘટાડો


ગુજરાત સહિત દેશભરમાં આ વખતે ચણાના વાવેતરમાં વિક્રમજનક વૃધ્ધિ જોવા મળી છે. ચણાના વાવેતરમાં વધારાની અસર એના ભાવ ઉપર થઇ રહી છે. છેલ્લા એક મહિનામાં ચણાના વાયદામાં 15 ટકાનો ઘટાડો નોંધાયો છે. એક મહિના પહેલા રૂ.5400ની સપાટીએ રહેલ ચણાના વાયદામાં હાલ રૂ.4700ની સપાટીએ વેપાર થઇ રહ્યો છે.

ચણાની ખરીદી નાફેડ દ્વારા થાય છે. હવે સરકારે સસ્તા અનાજની દુકાનો મારફતે પણ ચણાનું વિતરણ કરવાની શરૂઆત કરી છે.

આથી ચણા બજાર ઉપર સરકારની નીતિની સીધી અસર થશે. નાફેડ દ્વારા ચણાની ખરીદી તેમજ વેચાણ ક્યારે અને કેવી રીતે થશે એ બાબત આગામી સમયમાં ચણાની તેજી-મંદી ઉપર સીધી રીતે અસર કરશે.

આ સિઝન માટે સરકાર દ્વારા ચણાના ટેકાના ભાવ રૂ.1020 પ્રતિ મણ જાહેર કરેલા છે. હજુ નવા માલની આવક શરૂ થઇ નથી છતાં ચણાના ભાવમાં ટેકાની સપાટીથી નીચા ભાવે વેપાર થઇ રહ્યો છે. આથી સરકાર આ વખતે ચણાની ખરીદી પુરતા પ્રમાણમાં કરે એ જરૂરી બન્યુ છે.

આ સિઝનમાં મગફળીમાં ટેકાના ભાવની સરખામણીએ બજારભાવ ઉંચા રહેતા મોટાભાગના ખેડૂતોએ ટેકાના કેન્દ્રો ઉપર મગફળી વેચાણ માટે ગયા નથી. જોકે, ચણામાં સ્થિતિ થોડી અલગ દેખાઇ રહી છે. આથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એ માટે સરકાર પુરતા પ્રમાણમાં ચણાની ખરીદી કરવા આયોજન કરે એ જરૂરી છે.


🏾 ચણા નાં પાક નું વાવેતર યોગ્ય સમયે કરવું જરૂરી છે. યોગ્ય સમય  ૧૫ ઓક્ટોમ્બર થી ૧૫ નવેમ્બર ( ઠંડી પડવા ની શરૂવાત થાય ત્યારે.)


🏾 અહીંયા ઠંડી પડવા ની શરૂવાત શબ્દ ખાસ ધ્યાન માં લેવો. નહિતર ઉગતા જ સુકરા નો પ્રશ્ન ઉપસ્થિત થશે.

🤔 આપણે વહેલું ખેતર / પડું તૈયાર થાય એટલે ઉનાળા પાક નાં આયોજન માટે વહેલું ચણા નું વાવેતર નું વિચારતા હોઈએ છીએ. પરંતુ ઉનાળા નાં પાક નાં આયોજન નાં વિચાર માં ને વિચાર માં વહેલું ઠંડી પડવા ની શરૂવાત પહેલા વાવેતર કરી એ છીએ જે સુકારા ને આમંત્રણ આપે છે.


⭕ માટે , આ ભૂલ ન કરવી જોઈએ અને ભલામણ ની તારીખ નાં દિવસો માં વાવેતર કરવું.


🏾 બીજી ભૂલ આપણે એ કરીએ છીએ કે આપણી પાસે પાણી ની વ્યવસ્થા હોય એટલે ચણા નાં પાક ને ઉપરા ઉપર પાણી આપ્યા જ કરીએ છીએ.જેના થી છોડ નો વાનસ્પતિક વિકાસ વધી જાય છે.

( દેશી ભાષા માં છોડ “બાલી” જાય છે)જેથી પ્રમાણ સર પાણી જ આપવું જોઈએ.


🏾 અન્ય  ભૂલ એ કરીએ છીએ કે ઘણા ખેડૂતો ચણા ૧ મહિના ના થાય એટલે તેમાં યુરિયા અને વૃદ્ધિ / કુણપ ની દવા નો અતિરેક કરે છે. જેથી છોડ નો વિકાસ સારો થાય છે પરંતુ પોપટા / જીંજરા મોડા બેસે છે. અને પાક નાં પાકવા ના દિવસો વધી જાય છે અને ઉનાળુ પાક આયોજન માં વિલંબ ઊભો થાય છે.


🏾 અન્ય એક બહુ મોટી ભૂલ ખેડૂતો કે ખેડૂતો ને દવા આપનાર કરે છે.ઘણી વખત સૂકારા નો રોગ આવે એટલે ખેડૂતો ફુગનાશક દવા સાથે બેક્ટેરીસાઇડ પણ ( streptocyclin) પણ સાથે નાખે છે…જેનું ગંભીર પરિણામ એ આવે છે કે ચણા નાં મૂળ માં આવેલ  #રાયઝોબિયમ બેક્ટેરિયા ને પણ નુકશાન થાય છે.માટે બેક્ટેરિયા થી થતા રોગ નું પ્રમાણ જણાય તો પણ ઉપર જણાવ્યા મુજબ ની બેક્ટેરીસાઈડ દવા નો ઉપયોગ ટાળવો.ટૂંક માં કહીએ તો……..( સુકારો હોય તો ફૂગ નાશક આપી શકાય બેક્ટેરીસાઈડ નો ઉપયોગ ટાળવો.)


🏾 ચણા માં મુખ્ય જીવાત લીલી ઇયળ છે. જેના નિયંત્રણ માટે ફૂદાં પકડવા ની ફેરોમોન ટ્રેપ ગોઠવી શકાય છે.ફૂદા ઇંડા મૂકે છે જે માં થી ઈયળ બને છે અને આ ઈયળ નો આતંક ચણા માં ખૂબ મોટા પ્રમાણ માં જોવા મળે છે.માટે, જો આપણે ટ્રેપ ગોઠવી હોય તો તેમાં ફુદા પકડાઈ જાય છે અને  તેનું સરળતા થી નિયંત્રણ કરી શકાય છે.

અને ટ્રેપ ગોઠવી હોય તો ફુદા ની ગરમી નાં દિવસો નું અવલોકન પણ થઈ શકે અને એક રાત્રિ દરમ્યાન એક ટ્રેપ માં ૮ થી વધારે ફુદા પકડાય તો ઇંડા નાશક દવા નો સ્પ્રે કરી શકાય.આમ, ઈયળ બનતા પહેલા તેના ફુદા અને તેની ઇંડા અવસ્થા ઉપર ઘાતક સમયબદ્ધ પ્રહાર કરી શકાય અને મોંઘા ભાવ ની દવા નાખ્યા વગર અસરકારક રીતે ઈયળ નું નિયંત્રણ કરી શકાય.( પ્રોફેનોફોસ અને લીંબોળી તેલ ઇંડા નાશક ગુણધર્મ ધરાવે છે.)


🏾 હાલ જોઈએ છીએ કે મોટા ભાગ નાં ખેડૂતો વર્ષો થી ચણા પકવે છે…..છતાં પણ જ્યારે વાવેતર નો સમય આવે ત્યારે ચણા નું બિયારણ ગોતતા / શોધતા દેખાય છે.


⭕ ચણા સેલ્ફ પોલીનેટેડ પાક છે. માટે ચણા નું બિયારણ ખેડૂતો પોતે જ તૈયાર કરી શકે છે. માટે સારા છોડ માં થી અને સારા બિયારણ માંથી તૈયાર કરેલ ચણા ને આવતા વર્ષ માટે બિયારણ માટે સંગ્રહિત કરવું જોઈએ.


🤔 આપણે આપણો ચણા નો પાક ૭૦૦ થી ૧૦૦૦ માં પ્રતિ ૨૦ કિલો લેખે વેચીએ છીએ અને તેનું બિયારણ ૧૫૦૦ થી ૨૦૦૦ માં લઇ એ છીએ. કારણ કે આપણે આપણું બિયારણ જાતે તૈયાર કરવા ની ગોઠવણ કરતા નથી.‼️‼️‼️‼️

Chickpea (Cicer arietinum) | Feedipedia

For farmers cultivating chickpeas ……….

👉🏾 Chickpea crop needs to be planted at the right time.
{Appropriate time from 15th October to 15th November (when the cold starts.)

👉🏾 Take special note of the word cold here.

Otherwise, the question of Sukra will arise as soon as it arises.

🤔 We are thinking of planting early chickpeas for summer crop planning as soon as the field is ready. But in the idea of ​​planning a summer crop, we planted before the onset of the cold, which invites Sukara.

Therefore, do not make this mistake and plant within the days of the recommended date.

👉🏾 The second mistake we make is that we have a water system so we only water the chickpea crop on top.
Which increases the vegetative growth of the plant. (In the vernacular the plant goes to “Bali”)
So the proportion must be given sir water.

👉🏾 Another mistake we make is that many farmers do not have chickpeas for 1 month so they overdose on urea and growth / kunap medicine. So that the plant grows well but the parrots / ginger sits late. And the ripening days of the crop increase and there is a delay in summer crop planning.

👉🏾 Another very big mistake is made by farmers or drug givers to farmers.
Often when dryness occurs, farmers add bactericide (streptocyclin) along with fungicide …
The serious consequence of this is that the # Rhizobium bacteria in the roots of chickpeas are also damaged.
Therefore, even if the incidence of bacterial disease is known, avoid the use of the bactericide as mentioned above.
In short ……..
(Avoid the use of bactericides that can be given fungicides if dry.)

મુખ્ય The main pest in chickpeas is green caterpillar. A pheromone trap can be set to control this.
The larvae lay eggs which become caterpillars and the terror of these caterpillars is found in very large quantities in chickpeas.
Therefore, if we set a trap, the fuda is caught and can be easily controlled.
And if the trap is set, the hot days of the fuda can also be observed and if more than 5 fuda are caught in a trap during one night, the egg killer can be sprayed.
Thus, the larvae and their egg stage can be fatally attacked before the larvae hatch and the larvae can be controlled effectively without injecting expensive drugs.
(Profenophos and lemon oil have egg-killing properties.)

👉🏾 Currently we see that most of the farmers have been growing chickpeas for years ….. However, when it comes time to plant chickpea seeds, they appear to be digging / searching.

⭕ Chickpeas are self pollinated crops. Therefore, chickpea seeds can be prepared by the farmers themselves. Therefore chickpeas prepared from good plants and from good seeds should be stored for seeds for the coming year.

🤔 We sell our chickpea crop at Rs. 500 to Rs. 1000 per 20 kg and take its seeds at Rs. 1500 to Rs. 2000. Because we don’t arrange to prepare our own seeds. તૈયાર ️ ️ ️‼

Chickpea cultivation