Before planting winter crops

શિયાળુ પાક નું વાવેતર કરતા પહેલા આ લેખ જરૂર વાંચો…

ચણા

પિયત વિસ્તાર માટે ગુજરાત ચણા 3, અથવા 5 નંબર અને બિનપિયત વિસ્તાર માટે ગુજરાત જૂનાગઢ ચણા -3 નંબર અથવા ગુજરાત જૂનાગઢ ચણા 6 નંબરની જાત પસંદ કરવી. 

–  20 ઓક્ટોબર થી 15 નવેમ્બર દરમ્યાન ઠંડીની શરૂવાત થયે વાવેતર કરવુ. (ઠંડી હોવી જરૂરી છે.)
–  બિનપીયત ચણાનું આગોતરું વાવેતર કરી શકાય છે તેથી જમીનના ભેજ નો કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય.

ઘઉં

ઘઉં

વહેલી પાકતી જાત માટે ( 10 નવેમ્બર પહેલા ) GZW-463 અથવા GW-190 નું વાવેતર કરવું.
– સમયસરની વાવણી માટે GW-322, 273, 503, 496-ટુકડા, 366 જેવી કોઈ પણ જાત વાવી શકાય.
– બિનપિયત ઘઉં માટે GW-1 અથવા 2 નંબર વાવી શકાય.
– ઘઉંના 1 kg બીજને 3 ગ્રામ કેપ્ટાન અથવા થાયરમ દવાનો પટ આપીને વાવેતર કરવું.

ધાણા

ધાણા
ધાણા

– બીજ દર :- 3 kg / વીઘા
– વાવેતર :- 1 નવેમ્બર થી 10 નવેમ્બર વચ્ચે

રાઈની ખેતી

રાઈ


– વધુ ઉત્પાદન માટે  વરુણા અથવા ગુજરાત 1 નંબર પૈકી કોઈ એક જાત પસંદ કરવી.
– પાકનું વાવેતર વહેલા સર ઓક્ટોબર મહિનાના પ્રથમ પખવાડિયામાં કરી દેવું. મોડું વાવેતર કરવામાં આવે તો મોલોમશીનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ રહેલી છે.

 ઇસબગુલ


–  વધુ ઉત્પાદન માટે ગુજરાત ઇસબગુલ 2 અથવા 4 નંબરની જાત પસંદ કરવી.
–  આ પાકની વાવણી 20 નવેમ્બર થી 10 ડિસેમ્બર વચ્ચે કરવામાં આવે છે.
–  બીજના વધુ ઉગાવા માટે છેલ્લા વર્ષનું બીજ જ વાપરવુ. સામાન્ય પરિસ્થિતિમાં સંગ્રહ કરેલ જુના બીજ સ્ફુરણશક્તિ ગુમાવે છે.
–  હલકી જમીન માટે જમીનમાં ક્યારા નાના કરવા. ( 8 મીટર × 2 મીટર )

પાક વાવેતર પહેલા ભરપૂર માત્રામાં ગળતીયા છાણીયા ખાતરનો ઉપયોગ કરવો. – ફક્ત યુરિયા કે DAP પુરતું નથી.
● કોઈ પણ પાકમાં અર્ધ કોહવાયેલું કે કાચું છાણીયું ખાતર વાપરવું નહિ. ખાતરને વ્યવસ્થિત રીતે સડાવવા વેસ્ટ ડી કમ્પોઝર બેકટેરિયાનો ઉપયોગ કરી શકાય.
● ધાણા, જીરું, ઇસબગુલ જેવા પાકોને વાદળછાયા વાતાવરણમાં કયારેય પાણી આપવું નહીં.
● શિયાળુ પાકોનું વાવેતર વાતાવરણ ઠંડુ પડે ત્યાર બાદ જ કરવું. ખોટી ઉતાવળ કરવી નહીં.
● ચોમાસુ સીઝન પુરી થયા બાદ અનુકૂળતા હોઈ તો શિયાળુ વાવેતર કરતા પહેલા ખેતરમાં પાણી આપી નિંદામણને ઉગવા દેવુ અને સાતી મારી પછી વાવેતર કરવું. આ પદ્ધતિ દ્વારા નિંદામણનાશક દવા/ મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે.

આ લેખ આપને સારો લાગે તો બીજા અન્ય ખેડૂતો સુધી આ માહિતી શેર કરવી.

  • Selecting Gujarat Isbagul No. 2 or 4 for more production.
  • The notice of detention is between November 20 and December 10.
  • The second of the last years to grow more beetle. The old second Sfurnish Raksha Maweve, which has been stored for general convenience.
  • When to make the ground smaller for a lighter area. (8 m 2 m)

Apply a large quantity of manure before planting. – Urea or DAP alone is not enough.
નહિ Do not use semi-coated or raw manure in any crop. Waste D Composer bacteria can be used to decompose manure properly.
પા Never irrigate crops like coriander, cumin, sorghum in cloudy weather.
વે Planting of winter crops should be done only after the weather cools down. Don’t be in a hurry.
બાદ If it is convenient after the end of monsoon season, before winter planting, water the field and allow weeds to grow and plant after sati. This method can reduce the cost of herbicides / labor.

Before planting winter crops