આયુષ્માન કાર્ડ લિસ્ટ માં તમારું નામ છે કે નહી તે કેવી રીતે ચેક કરવું | Ayushman Bharat Yojana List 2023

આયુષ્માન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)  23 – સપ્ટેમ્બર -2018 માં MoHFW મિશન હેઠળ શરૂ કરવામાં આવેલી એક કેન્દ્રિય પ્રાયોજિત યોજના છે.

તમને બધાને ખબર જ હશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે  આયુષ્માન ભારત યોજના શરૂ કરવામાં આવી છે જેમાં સામાન્ય નાગરિકને પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર ફ્રી માં મળી રહેશે. તો તેનો લાભ તમને કેવી રીતે મળી શકે અને તમારું નામ આ યોજના માં  છે કે નહીં તે તમે ચેક કેવી રીતે કરી શકો.

આ લેખ માં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જાણવા મળશે કે તમને આ યોજના નો લાભ મળવા લાયક છે કે નહિ અને તમે કેવી આ યોજના માં તમારું નામ છે કે નહિ તેની પણ પ્રોસેસ આમાં સમજાવેલ છે. આયુષ્યમાન ભારત યોજના PDF Download કરી શકો છો

આયુષ્માન ભારત યોજના માં તમારું નામ છે કે નહી તે આવી રીતે ચેક કરો

STEP : 1) પહેલા તો તમારે તમારા મોબાઈલ નંબર થઈ રજીસ્ટ્રેશન કરવું પડશે.

STEP : 2) મોબાઈલ નંબર નાખતા ની સાથેજ તમારા મોબાઈલ પર એક OTP આવશે જે તમારે વેબસાઈટ માં દાખલ કરવો પડશે.

STEP : 3) ત્યાર પછી તમને ઓપ્શન સિલેક્ટ કરવાનું કહેશે
STEP : 4) તમે અલગ અલગ રીતે થી તમે તમારું નામ ચેક કરી શકો છે , તમે જેનાથી પણ તમારું નામ શોધવા માંગતા હોય તે સિલેક્ટ કરો. 1.નામ દ્વારા,2.રાશન કાર્ડ નંબર, 3.મોબાઇલ નંબર

STEP : 5) અહીંયા મેં નામ દ્વારા સિલેક્ટ કરેલું છે તો તમારે અહીંયા તમારું નામ જે રાશન કાર્ડ માં વિગત છે એ નાખવાનું રહેશે.

STEP  : 6) તમારી વિગત ભરતા ની સાથે તમારું નામ આયુષમાન ભારત યોજના માં હશે તો તમને તે બતાવશે.
STEP  : 7) Family details ઉપર ક્લિક કરતા ની સાથે જ તમારા પરિવાર ની બધી જ વિગત ખુલી જશે તો તમે જોઈ શકો છો કે આયુષ્માન ભારત યોજના માં તમારા પરિવાર ના સદસ્યો ના નામ અને ચકાસી શકો છે કે તમારા પરિવાર ના લોકો જ છે ને.
તમારું નામ જોવા માટે  અહીં ક્લિક કરો 

નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.