૭/૧ર ના ઉતારા એટલે શું ? ઘર બેઠા કઈ રીતે કાઢવા, વાંચો તેના વિશેની સંપૂર્ણ માહિતી

સામાન્ય રીતે આપણે સૌ જાણીએ જ છીએ કે આપણા ખેડૂત ભાઈઓએ ખેતી માટે કેટલું મહેનત કરવી પડે છે, અને અમારા ખેડૂત ભાઈઓને કેટલીક વાર તેમની જમીન સાથેના કાગળની માહિતી મેળવવી પડે છે.

આ સાથે ઘણી વખત તમે તામ્રી જમીનના 7/12 નો ઉતારો કઢાવવા માટે પણ ઘણી બધી મહેનત કરી હશે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, 7/12 હેઠળ, ગુજરાત રાજ્ય સરકાર 225 તાલુકો અને 26 જિલ્લાઓના જમીન રેકોર્ડ પ્રદાન કરી રહી છે. કોઈપણ આરઆર પોર્ટલ એ ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા શરૂ કરાયેલ એક સત્તાવાર વેબસાઇટ છે. તો ખાસ જાણીલો તમે પણ…

૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે.

અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.

મિત્રો, તમે તમારો ૭/૧ર નો ઉતારો હવે ઓનલાઇન https://anyror.gujarat.gov.in/ પર જોઇ શકો છો.

જો તમારે કોઈ પણ ખેતી કરેલી જમીન ખરીદવી કે વેચવી હોય તો. તેથી તમારે તે જમીનનો ગુજરાત ભૂમિ રેકોર્ડ નકશો ઓનલાઈન ઘરે બેઠા જ જોવો જરૂરી હોય તો તમે આ વેબસાઈટ દ્વારા જમીનના માલિકનું નામ, જમીનનો વિસ્તાર, અને જમીનનો પ્રકાર, વગેરે તમામ પ્રકારની માહિતી પણ મેળવી શકો છો.

તમે કોઈપણ શહેરી અને ગ્રામીણ વિસ્તારની બધી વિગતો સરળતાથી ચકાસી શકો છો. ગુજરાતના નાગરિકો, જેઓ તેમના ગ્રામીણ વિસ્તારની જમીનની નોંધણી તપાસવા માંગે છે. તેઓએ પહેલા ગુજરાતના મહેસૂલ વિભાગની સત્તાવાર વેબસાઇટ https://anyror.gujarat.gov.in/ ની મુલાકાત લેવી પડશે.

ગુજરાત જમીન રેકોર્ડ મુજબ આમાં તમે આ બધી જ માહિતી મેળવી શકો છો 

  • જૂની સ્કેન કરેલી VF6 પ્રવેશ વિગતો
  • વીએફ 7 સર્વે નંબરનું વર્ણન
  • પરિવર્તન માટે 135 નોટિસ
  • વીએફ 8 એ એકાઉન્ટ સ્ટેટમેન્ટ
  • VF6 પ્રવેશ વિગતો

નવા સર્વેથી લઈને જુના ગામ સુધી

  • મહિના અને વર્ષ દ્વારા પ્રવેશોની સૂચિ
  • ઇન્ટિગ્રેટેડ સર્વે કોઈ વિગતો
  • કોર્ટ કેસ વિગતો
  • માલિકના નામ દ્વારા એકાઉન્ટ જાણો
  • સર્વે નંબર દ્વારા વર્ણન

ગ્રામીણ 7/12 ઉતરા જમીનના રેકોર્ડ્સને ઓનલાઈન કેવી રીતે જોશો ?

Anyror.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.પરંતુ આ વેબસાઇટ પર જતા પહેલા બધી માહિતી કાળજીપૂર્વક સમજો.

7/12 જોવા તેના પર ક્લિક કરી નીચે જિલ્લા તાલુકાનું ગામ અને સરવે નંબર યોગ્ય રીતે પસંદ કરી જરૂરી માહિતી કરો. અને આમ તમે ઘરે બેઠા જ 7/12 ઉતારાની નકલ જોઈ શકો છો.

બ્લોક નંબર : જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પેઢી બદલાતી ગઇ. એકંદરે દર રપ વર્ષ પેઢી બદલાતી જાય છે, જેના કારણે નવા વારસદારો ઉમેરાતા જાય અને વારસાઇથી જમીનની વહેંચણી થવાથી જમીનના ટુકડા થતા જાય. આથી દરેક નવા ટુકડાને અલગ નામ / ઓળખાણ / પહેચાન આપવી પડે એટલે કે સર્વે નંબરના ભાગલા / ટુકડા થાય જેને પકી હિસ્સો ત્યારબાદ પેટા હિસ્સો કહેવાયો. જેમ કે સર્વે નં. ૫૧ ના પ્રથમ વખતના ભાગલાને પ૧િ/૧, ૫૧/૨, ૫૧/૩ ની ઓળખ મળી.

બીજી વખતના ભાગલાને પ૧/૧/એ, પ૧/૧/બી. પ૧/૨/એ, પ૧/૨/બી વગેરે વારસદારો પ્રમાણે ભાગલા પડતા જાય. આને કારણે એક જ સર્વે નંબરના ઘણા બધા ભાગલા થવાથી ગૂંચ ઉભી થવા લાગી. આથી સરકારે ૧૯૭૬ માં દરેક હિસ્સાને / ભાગલાને પૈકીની જમીનને અલગ ઓળખ આપવા માટે એકત્રીકરણના કાયદા અંતર્ગત ગામની દરેક વિભાજીત જમીનને સ્વતંત્ર અનુક્રમ નંબર આપવાનું નકકી કર્યું અને તે નંબરો દ્વારા જમીનની નવી ઓળખ ઉભી થઇ અને આ નવા અનુક્રમ નંબરો તે બ્લોક નંબર કહેવાયા. એટલે હવે દરેક ગામની જમીનની ઓળખ બલોક નંબરથી થાય છે. કોઇપણ માહિતી મેળવવી હોય તો હવે માત્રને માત્ર બ-લોક નંબરની ઓળખથી મળી શકે છે.

સર્વે નંબર : જે તે ગામના (અંગ્રેજોના સમયમાં) મૂળ સર્વે વખતે જે તે ખેડૂતની જમીનને જે અનુક્રમ નંબર આપવામાં આવેલ હતો તે અનુક્રમ નંબરને સર્વે નંબર કહેવામાં આવે છે.

જમીનનો સત્તા પ્રકાર : આ વિગતમાં જમીન- જુની શરત / નવી શરત / બિનખેતી / ટ્રસ્ટ / ખાલસા / સરકારી કે ગણાતીયા જેવી વિગતો લખેલી હોય છે.

ખેતરનું નામ : ખેડૂત પોતાના અલગ અલગ ખેતરને ઓળખવા માટે પોતે જ તેની અલગ ઓળખ ઉભી કરે છે અને તે જ ઓળખ નામ પ્રચલિત થતાં જે તે ખેતરનું / જમીનનું નામ બની જાય છે. જેમ કે. જલારામનું ખેતર, પોપડું, દેરીવાળું ખેતર, ઉપલું ખેતર, છેવાડાનું ખેતર, આંબાવાળું ખેતર વિગેરે.

ખેડવા લાયક જમીન: ગામની ખેતીની જમીનનો અલગ અલગ ઉપયોગ થઇ શકે છે અને તેમાંથી ઉપજ પણ અલગ અલગ થઇ શકે છે અને ગામના વહીવટ માટે મહેસૂલ / લગાન / ટેક્ષ ઉઘરાવવો જરૂરી છે અને આ મહેસૂલ જમીનની ખેતીની ઉપજ / આવક પર આકારવામાં આવે છે. આથી કુલ જમીન પૈકીની, દરેક જમીનના વપરાશ આધારીત તેના ભાગલા પાડવામાં આવેલ હોય છે.

જરાયત જમીન : આ જમીનમાં કોઇ વિશેષ પ્રકારની ખેતી થતી નથી. આ જમીનને પડતર જમીન પણ કહી શકાય. અને ચોમાસામાં પછી તેમાં આપોઆપ ઘાસ ઉગી નીકળે છે. આથી તેને ઘાસીયું ખેતર પણ કહી શકાય છે. આવી જમીન જરાયત તરીકે ઓળખાય છે.

બાગાયત : એવા પ્રકારની જમીન કે જેમાં કેરી, ચીકુ વિગેરેની વાડી કે ઝાડો ઉગાડવામાં આવેલ હોય છે અને તેની ઉપજ ઘણી સારી હોઇ શકે છે. આવી જમીન બાગાયત જમીન તરીકે ઓળખવામાં આવે છે.

કયારી : જે જમીનમાં પાક લેવામાં આવે છે જેમ કે ઘઉં, ડાંગર, જુવાર, મકાઇ અથવા જેમાં કયારી બનાવી ખેતી કરવામાં આવે છે તેવી જમીનને કયારી કહેવામાં આવે છે.

પોત ખરાબ : પોત ખરાબ એટલે કુલ જમીન પૈકી કેટલીક એવી જમીન જેમાં કોઇપણ પ્રકારની ખેતી ન થઇ શકે તેને (અ) અને (બ) પ્રકારે વહેચવામાં આવેલી હોય છે. તેમાંથી ઉપજ (Output) ન મળી શકે એવી જમીન એટલે ખડકાળ, પથરાળ જમીન, પાણીનો ભરાવો રહેતો હોય તેવી જમીન, નહેરની બાજુમાં રહેતો હોય. પાણીનો ભરાવો ગાડાવાટની જમીન વિગેરે. કુલ જમીનમાંથી આવી પોત ખરાબની જમીન બાદ કરીને બાકી રહેતી જમીન પર મહેસુલ/ ટેક્ષ વસુલ કરવામાં આવતો હોય છે.

આાકર/જુરી : આ બધાનો અર્થ એક જ કે કુલ ખેડવાલાયક / વપરાશલાયક જમીનની ઉપજ ધ્યાનમાં રાખીને તેની ઉપર કેટલો ટેક્ષ ઉઘરાવવો (જેમ કોર્પોરેશનમાં મકાનને આકરણી કરવામાં આવે છે) તેની રકમ નિયત કરવામાં આવેલ હોય છે. આ રકમ વાર્ષિક ટેક્ષ / મહેસુલના રૂપમાં દરેક ખેડૂતે તલાટીને જમા કરાવવાની હોય છે.

ગણાતીયાના નામ : જેમ આપણે ભાડું વસૂલીને મકાન જે વ્યક્તિને ભાડે આપીએ છીએ તે વ્યક્તિ ભાડૂત કહેવાય છે. તે જ રીતે મૂળ પોતે ખેતી ન કરતા વ્યક્તિને (ભાડુ વસૂલીને) ખેડવા આપે છે તે વ્યક્તિ ગણોતિયો કહેવાય અને આ ગણોતિયો અન્ય બીજી વ્યક્તિને ખેડવા આપે તે પેટા ગણોતિયો કહેવાય અને આવી વ્યક્તિનું/વ્યક્તિઓના નામ અહીં ૭/૧ર માં લખેલા હોય છે.

નામંજૂર: ખાતેદાર જયારે ૭/૧ર માં માલિક હકક ફેરફાર કે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે તેની એન્ટ્રી પડે છે અને આ એન્ટ્રી જયારે ચકાસવામાં આવે ત્યારે પૂરતા પુરાવા રજુ ન થાય તો તે એન્ટ્રી નામંજૂર થાય છે.

તકરારી : ખાતેદાર જયારે પુરાવાઓના આધારે સ્ટેટસ ફેરફાર માટે અરજી કરે છે ત્યારે જે સરકારશ્રી તરફથી વાંધો લેવામાં આવે કે સહમાલિકો કે અન્ય ત્રાહિત વ્યક્તિ તરફથી વાંધો લેવામાં આવે કે કોર્ટ મેટર થાય ત્યારે પડેલી એન્ટ્રી તકરારી એન્ટ્રી તરીકે ઓળખાય છે અને જયાં સુધી તકરારી મેટર પતે નહીં ત્યાં સુધી એ પેન્ડીંગ રહે છે.

રદ : જયારે ૭/૧ર માં કે હકક પત્રક કે માલિકી હકક ફેરફાર કે અન્ય હકકો માટે એન્ટ્રી પાડવામાં આવેલ હોય પરંતુ તેની કાર્યવાહી પૂર્ણ ન થાય તો તે એન્ટ્રી રદ થાય છે.

ખાતા નંબર: જેમ બેંકમાં દરેક ખાતેદારને એકાઉન્ટ નંબર આપવામાં આવે છે તે જ પ્રમાણે જે તે ગામના દરેક ખેડૂતને રેવન્યુના રેકર્ડ માટે ખાતા નંબર આપવામાં આવે છે. જે ખેડૂતો પાસે જે તે ગામમાં એક કરતાં વધારે જમીન હોય તો પણ તેનો ખાતા નંબર એક જ રહે છે. એટલે કે જે તે જમીનની ૭/૧ર અલગ અલગ હોય પરંતુ ખેડૂતોનો ખાતા નંબર એક જ હોય.

મોજ જે તે ગામનું નામ: ગામનું નામ, તે ક્યા તાલુકામાં આવેલ છે તેનું નામ અને ક્યા જિલ્લામાં આવેલ છે તેનું નામ.

કબજેદારનું નામ : અહીં જમીનના હાલના કબજેદાર કે માલિકનું નામ લખેલું હોય છે.

નોંધ નંબરો : જૂની ૭/૧રમાં કુંડાળાવાળા આંકડા જેમ કે ૧૨૫, ૧૪૧. નવી ૭/૧૨ માં સાદા આંકડાઓ જેમ કે ૧૨૫, ૧૪૧, ૧s૮, ર૦૫. આ આંકડાઓ એ ખેડૂતની જમીનનો ઇતિહાસ દર્શાવે છે. આ ઇતિહાસને વાંચવા માટે આ આાંકડાઓની હકક પત્રક- ૬ ની નકલો કઢાવવાની હોય છે.

બીજા હકકો અને બોજાની વિગત : સદરહુ જમીનમાં મૂળ માલિકનો તો હકક હોય જ છે પરંતુ સાથે સાથે કોઇક ભૂતકાળના લખાણથી અન્ય કોઇકનો પણ તેમાં લાભ / ભાગ / હકક / હિસ્સો પ્રસ્થાપિત થતો હોય તો તેની વિગતની જાણકારી અહીં લખેલી હોય છે. વધુમાં સદરહુ જમીન પર કોઇ લોન / બોજો લીધેલો હોય કે જમીન તારણમાં હોય, જમીન ગીરવે મુકેલ હોય તો તેની વિગત પણ અહીં દર્શાવેલી હોય છે. આને આપણે આર.સી. બુક સાથે સરખાવી શકીએ.

બાંધકામ સી.ઓ.પી : જે જમીન બિનખેતી થયેલ હોય અને તેના પ્લાન મંજૂર થયેલા હોય તો અહીં મંજૂર થયેલા બાંધકામનો એરીયા તથા ખુલ્લી રાખવાની જગ્યા (સી.ઓ.પી. માર્જિન રોડ વિ.) ની વિગત લખેલી હોય છે.

ખેતી વિષયક માહિતી : અહીં વર્ષવાર જમીન ખેડનાર ખેડૂતનું નામ મોસમ પ્રમાણે વાવેતરની વિગત તેનો પ્રકાર ક્ષેત્રફળ પિત-કપિત તથા પિયતનું સાધન ઝાડની વિગત અને જે જમીન પડતર રહેલી હોય તો તેની વિગત તથા જે તે પ્રકારનો પાક ઉગાડવામાં આવેલ હોય તો તેની માહિતી મળી રહે છે. આ વિગત ખેડૂતોને ભવિષ્યમાં હકક હિતને લગતી તકરાર, પાક લોન, પાક વીમા, જમીન સંપાદન જેવી કામગીરીમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે.

મહત્વપૂર્ણ સૂચના 

વેબસાઇટ ચાલુ ન હોય, તો સંભવ છે કે આ સમયે સર્વર ઓવરલોડ થયેલ છે. થોડા સમય પછી પ્રયત્ન કરો. આ કમ્પ્યુટર પ્રિન્ટ દસ્તાવેજ ફક્ત માહિતી માટે છે, જેનો તમે સત્તાવાર કોપી તરીકે ઉપયોગ કરી શકતા નથી. વધુ માહિતી માટે, જો જરૂરી હોય તો, કૃપા કરીને સબ રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરો.

મિત્રો,આ લેખ ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી છે જેથી અવશ્ય બીજા ખેડૂત મિત્રો ને શેર કરો.. જય જવાન જય કિસાન