આખો મહિનો ખેડૂતો માટે રહેશે આફતરૂપ, હવામાન ખાતાની વધુ એક આગાહી- જાણો કઈ તારીખે ખાબકશે વરસાદ ગુજરાતમાં

હવામાન ખાતા દ્વારા તારીખ 22 અને 23 ના રોજ એટલે કે બે દિવસ બાદ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વધુ એક માવઠાની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આ મહિનો આખો ખેડૂતો માટે આફતરૂપ રહેશે.

તારીખ 21-22મીએ હજુ પણ કેટલાક વિસ્તારમાં માવઠું થવાનો સંભવ છે. રાજ્યમાં તારીખ 26, 27,28 માર્ચે ફરી માવઠું થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

જે મુજબ રાજ્યના 29 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યા બાદ હજી આગામી 3 દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.  રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળતા કેટલાક વિસ્તારોમા કમોસમી વરસાદ ખાબક્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને કચ્છની ઉપર સર્જાયેલા સાઇક્લોનિક સરક્યુલેશનની અસર તળે ગુજરાતમાં હજુ 21મી સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.




જો વાત કરવામાં આવે તો સાંબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, કચ્છ અને બોટાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદને કારણે ખેડૂત ચિંતિત બન્યો છે.

ઠેર ઠેર વરસાદ પડવાને કારણે ખેડૂતના ઉભા પાકને ભારે પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. ત્યારે વધુ એક આગાહીએ ખેડૂતોની મુશ્કેલી વધી જવા પામી છે.




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે. અમે આવી ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર