અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ફેબ્રુઆરીના અંતમાં તથા માર્ચ મહિનામાં કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. એટલે કે આકરા ઉનાળા વચ્ચે વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત સહિત દેશના મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, યુપી સહિતના રાજ્યોમાં પણ હવામાનમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ગાંધીનગરઃ અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે, જેમાં તેમણે આકરા ઉનાળા વચ્ચે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે માર્ચ મહિનામાં માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. અગાઉ તેમણે ફેબ્રુઆરી મહિનાના અંતથી જ ગરમીનો પારો ચઢવાની સંભાવના વ્યક્ત કરી હતી. ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, “ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં તથા માર્ચની શરુઆતમાં માવઠું થવાની શક્યતા રહેશે. આ વખતે માર્ચ મહિનો વધારે ગરમ રહેશે. માર્ચ મહિના દરમિયાન વાતાવરણમાં ફેરફાર રહેશે. દેશના દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં માર્ચ મહિનામાં હવામાન પલટાશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે.”
આ પણ વાંચો : પીએમ કિસાન યોજના 2000 રૂપિયાનો 13 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં જોવો અહીં ક્લિક કરી |
આકરા ઉનાળા વચ્ચે વરસાદની આગાહીઃ રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાના અંતથી તાપમાનમાં વધારો થશે અને આકરા ઉનાળાનો અહેસાસ થવાનું શરુ થશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ આગાહી સાથે ગુજરાતમાં કમોસમી વરસાદનું જોખમ પણ રહેવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે, માર્ચ મહિનામાં 24-25 તારીખે દરિયામાં હલચલ જોવા મળશે. આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઉભા થશે તેવી શક્યતા છે. એપ્રિલમાં હવામાનમાં પલટાના યોગ રહેવાની સંભાવના અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.