અંબાલાલ પટેલે કરી ભર ઉનાળે માવઠાની આગાહી- જાણો ગુજરાતમાં ક્યાં અને કઈ તારીખે પડશે વરસાદ

હાલમાં વાતાવરણને લઈ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું આ મહિનામાં અનુમાન છે કે, માર્ચ મહિનાની શરુઆત સુધીમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, આજથી ઉતર ગુજરાતમાં કચ્છમાં ઉત્તર ભાગોમાં વાદળછાયુ વાતાવરણ શરુઆત થઈ જશે.

જ્યારે 4થી 8 માર્ચ સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 4 થી 8 માર્ચ સુધીમાં ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. જેના કારણે અન્નદાતાઓમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

જો ગુજરાતના વાતાવરણને જોઈએ તો આજકાલ અનોખું હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડે તો કેટલાંક જગ્યાએ ભારે વરસાદ પણ પડી રહ્યો છે. તો વળી ભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષાનું એલર્ટ પણ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં માવઠાની આગાહી કરતા હવામાન શાસ્ત્રી અંબાલાલે કહ્યું છે કે અન્નદાતાઓ માટે ચિંતાનો વિષય છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. ગુજરાતમાં ધીમે-ધીમે ઉનાળાની શરુઆત થવા લાગી છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે જ્યારે બપોર પછી ભારે ગરમી અનુભવાય છે.

ઠંડી અને ગરમીના વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર માવઠું પડી શકે છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 4થી 8 માર્ચ સુધી માવઠું પડી શકે છે. જોકે, માવઠાંની તીવ્રતા ઓછી હશે એવી શક્યતા વ્યક્ત કરતાં લોકોમાં હાશકારો પણ જોવા મળ્યો છે. ધોધમાર વરસાદ નહીં પડે. પરંતુ આ વરસાદ 60થી 70 ટકાને આવરી લેશે.




નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે.વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.