ખેતીને સૌથી વધુ સમૃદ્ધ બનાવવાની અનોખી ટેકનિક, એક ક્લિકમાં ખેડૂતોની મુખ્ય સમસ્યાનો ઉકેલ છેલ્લા 20 વર્ષના અનુભવ અને અભ્યાસના આધારે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજી ખેડૂતોને કૃષિ માહિતી અને તાલીમ આપવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે
ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ જેવી કે ખેડ, ખાતર, પિયત, રોગ- જીવાત બાબતોની સાચી અને સચોટ કૃષિ માહિતી તેમજ ખેતીમાં કઈ રીતે ડિજિટલ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરી શકાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ ઝીણવટભરી રીતે સરળ ભાષામાં ખેડૂતોને ખ્યાલ આવે એ રીતે તાલીમ આપી ખેડૂતો સાથે ખેતીને સમૃદ્ધ બનાવી આર્થિક રીતે પગભર કરવાનો પ્રયાસ શરૂ થઈ ગયો છે.
ફ્રીમાં ખેડૂત તાલીમ લેવા માટે | અહીં ક્લિક કરો |
ખેડૂત અને સમસ્યા એક બીજાના પર્યાય છે. ક્યારેક કુદરતનો માર સહન કરી જગતનો તાત જીવ બાળી રહ્યો છે તો ક્યારેક પોષણક્ષમ ભાવ ન મળતા બિચારો બાપડો બની ગયો છે. ત્યારે ખેતીને વધુને વધુ સમૃદ્ધ બનાવી ખેડૂતોની આવક ડબલ કરવા માટે, છેલ્લા 20 વર્ષના અનુભવ અને અભ્યાસના આધારે ખેડૂતોની સમસ્યા અને લાગણીને ઊંડાણપૂર્વક સમજી ખેડૂતોને કૃષિ માહિતી અને તાલીમ આપવા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.