મહારાષ્ટ્રમાં સોલાપુર જિલ્લાનો એક ખેડૂત 70 કિમી દૂર ડુંગળીનો પાક વેચવા માટે ગયો હતો, પરંતુ તેની 512 કિલો ડુંગળીનો પાક માત્ર 1 રૂપિયે કિલોના ભાવથી ખરીદવામાં આવ્યો હતો. આ પ્રમાણે ખેડુતને તેના પાકના 512 રૂપિયા થતા હતા, જેમાંથી આ ડુંગળીના પાકને બજાર સુધી પહોંચાડવાનું ભાડું બાદ કરતા તેને માત્ર 2 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. આ તરફ વેપારીએ જણાવ્યું હતું કે ખેડૂતની ડુંગળીની ક્વોલીટી ખરાબ હતી.
ખેડૂત 70 કિમી દૂર ડુંગળી વેચવા ગયો હતો
સોલાપુર જિલ્લાના બરશી તાલુકાનું બારગામમાં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર તુકારામ ચૌહાણ ડુંગળીની ખેતી કરે છે. તેઓ 17 ફેબ્રુઆરીએ પાકના સારા ભાવ મળશે તેવી આશાએ 512 કિલો ડુંગળી લઈને સોલાપુર બજાર પહોંચ્યા હતા. જે ખેડૂતના ગામથી 70 કિમી દૂર છે.
આ સમાચાર વાંચો : પીએમ કિસાન યોજના 2000 રૂપિયાનો 13 મો હપ્તો આ તારીખે આવશે તમારા ખાતામાં જોવા અહીં ક્લિક કરો. |
પરંતુ અહીં APMC (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના વેપારીઓએ ખેડૂતના ડુંગળીના પાકને ખરાબ ક્વોલિટીનો હોવાનું જણાવ્યું હતું. ઘણા પ્રયાસો કર્યા બાદ જ્યારે રાજેન્દ્ર તુકારામને ડુંગળીના યોગ્ય ભાવ ન મળ્યા તો તેણે 1 રૂપિયાના કિલોના ભાવથી વેચી દીધી હતી.
ખેડૂતે કહ્યું- 40 હજારમાં પાક તૈયાર થયો હતો
રાજેન્દ્ર કહે છે કે ગયા વર્ષે તેમને ડુંગળીના 20 રૂપિયા પ્રતિ કિલોના ભાવ મળ્યા હતા. છેલ્લાં 3-4 વર્ષમાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાની કિંમત બમણી થઈ ગઈ છે. આ વખતે માત્ર 500 કિલો ડુંગળી ઉગાડવા માટે 40 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચાર જોવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે, વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર.