4g Cotton Seeds

દેશભરમાં બીટી કપાસના ગેરકાયદેસર બિયારણનું વેચાણ વધ્યુ

બોલગાર્ડ-3 તેમજ એચટીબીટી કપાસ બિયારણને હજુ ભારતમાં મંજુરી મળી ન હોવા છતાં આ બન્ને જાતોના બિયારણનું દેરકાયદેસર વેચાણ દેશભરમાં થઇ રહ્યુ છે. ફેડરેશન ઓફ સીડ્સ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા દ્વારા આ બાબતે કૃષિ વિભાગને લેખિત રજુઆત કરવામાં આવી છે.

India : Govt estimates Kharif cotton crop at 33.51 mn bales - Textile News  India

આ તરફ નેશનલ સીડ્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ પ્રભાકર રાવે જણાવ્યુ છે કે, ગેરકાયદેસર વેચાતા બિયારણના કારણે આખા બિયારણ ઉદ્યોગને નુકસાન વેઠવુ પડી રહ્યુ છે.

સરકારી તંત્ર માત્ર ડિલરો અને બિયારણ કંપનીઓના લાયસન્સની તપાસ કરવામાં જ વ્યસ્ત છે એવો આક્ષેપ થયો છે

ગેરકાયદેસર બીટી બિયારણનું વેચાણ મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. અહીં છેલ્લા બે વર્ષથી ખેડૂતો એચટીબીટી એટલે કે નિંદણ પ્રતિરોધક બીટી કપાસ બિયારણની ખેતી કરી રહ્યા છે. કૃષિ વિભાગે ગત વર્ષે આ બાબેત ઘણાં ખેડૂતો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. 

ગુજરાતના બજારોમાં પણ બોલગાર્ડ-3 તેમજ 4G જેવા નામોથી આ પ્રકારનું ગેરકાયદેસર બિયારણ વેચાઇ રહ્યુ હોવાની માહિતી મળી રહી છે. આ પ્રકારનું બિયારણ ગેરકાયદેસર છે આથી કોઇ જાતના બિલ વગર એનું વેચાણ થાય છે.

આ પ્રકારનું બિયારણ વિશ્વાસપાત્ર નથી. આથી ખેડૂતોએ બિલ વગર મળતા આ પ્રકારના બિયારણની ખરીદી કરવી જોઇએ નહીં.

184
MyGujarat1

શું ખેડૂત ભાઈઓ તમે આવખતે 4G કપાસ બિયારણ ખરીદેલ છે ?