अरंडी भाव आज का

એરંડાના ભાવ રૂા.૧૧૦૦ થયા તો પણ હજુ વેચવાની ઉતાવળ કરવાની જરૂર નથી.

એરંડા વાયદામાં થયેલી પીછેહઠ : વિવિધ મથકોએ નવા સોયાબીનની આવકોમાં વૃધ્ધિ | Eranda Futures Retreat: Increases in New Soybean Income at Various Stations | Gujarati News - News in Gujarati - Gujarati

એંરડાના ભાવ ગુજરાતના પીઠામાં રૂ.૧૧૦૦ બોલાય ગયા છે. ખેડૂતોને ન ધારેલા એરંડાના ભાવ થયા હોઇ જે ખેડૂતો પાસે એરંડાનો સ્ટોક પડ્યો છે તેઓ વેચવા હવે ઉતાવળા બન્યા છે




પણ દિવેલની નિકાસ આ વર્ષે શરૂઆતથી સતત વધી રહી છે અને ખાસ કરીને ચીન ઢગલામોઢે ભારતથી દિવેલ ખરીદી ગયું છે તે જોતાં એરંડામાં હજુ બે થી ત્રણ મહિના ભાવ ઘટે તેવી કોઇ શક્યતા નથી.




અત્યારે ચીન દિવેલ ખરીદતું બંધ થયું છે પણ ઓગસ્ટમાં ચીન ફરી દિવેલની ખરીદી કરવા આવે તેવી પુરેપુરી શક્યતા છે. જાન્યુઆરી થી જૂન દરમિયાન ભારતીય દિવેલની નિકાસ ગયા વર્ષ કરતાં ચીનમાં ૨૮ ટકા અને અન્ય દેશોમાં ૧૦.૭૦ ટકા વધી છે

જેને કારણે ચાલુ સીઝનના ઘણાખરા એરંડા ખેડૂતોના ઘરમાંથી નીકળીને તેનું દિવેલ બનીને વિદેશ ચાલ્યું ગયું છે. આમ, એરંડામાં હજુ ભાવ વધવાના બાકી છે.




ધીમે ધીમે એરંડાના ભાવ વધીને રૂા.૧૨૦૦ થઇ શકે છે આથી ખેડૂતોએ એરંડાને વેચવાની ઉતાવળ હાલ કરવી જોઇએ નહીં.